મહુવા ખાતે પુર્ણા નદી ઉપરના જુના અને સાંકડા પુલ પર ભારે વાહનોની અવરજવર પર કાયમી પ્રતિબંધ

Spread the love
  • સુરત જિલ્લાના મહુવા-અનાવલ રાજ્ય ધોરીમાર્ગ ઉપર મહુવા ખાતે પુર્ણા નદી ઉપરના જુના અને સાંકડા પુલ પર ભારે વાહનોની અવરજવર પર કાયમી પ્રતિબંધ
  • ઈ. જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી હિતેશ કોયા દ્વારા બહાર પડાયું જાહેરનામુ:
  • વિકલ્પરૂપે આ પુલની નજીકમાં મહુવા-અનાવલ બાયપાસ રોડ ઉપર  નવા પુલ ઉપરથી વાહનો પસાર થઇ શકશે

સુરત,
ઈ. જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી હિતેશ કોયાએ એક જાહેરનામુ બહાર પાડી સુરત જિલ્લાના મહુવા-અનાવલ રાજ્ય ધોરીમાર્ગ ઉપર મહુવા ખાતે પુર્ણા નદી ઉપરના જુના અને સાંકડા પુલ પર ભારે વાહનોની અવરજવર પર કાયમી પ્રતિબંધ મૂક્યો છે.
સુરત જિલ્લાના મહુવા-અનાવલ રાજ્ય ધોરીમાર્ગ ઉપર મહુવા ખાતે પુર્ણા નદી ઉપર ૨૦૪.૮૦ મીટર લંબાઈ તેમજ ૫.૫૦ મીટર પહોળાઈ ધરાવતો રબલ મેશનરી પીયરવાળો જુનો પુરાણો પુલ આવેલો છે. આ પુલની સાંકડી પહોળાઈને કારણે વારંવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. સામ-સામે બે વાહનો ક્રોસ થતા હોય તેવી સ્થિતિમાં વાહનચાલકોને ખુબ મુશ્કેલી પડે છે. આથી આ બાબતોને ધ્યાને લેતા જુના પુલ પરથી ભારે વાહનોની અવર-જવર બંધ કરવામાં આવે તો પુલ પર તેમજ ગામમાં ટ્રાફિક જામનો પ્રશ્ન દુર કરી શકાય તેમ છે. પુલની નજીક મહુવા બાયપાસ રોડ ઉપર નવા પુલ ઉપર હાલ વાહનવ્યવહારની અવરજવર થાય છે. વાહનોને મહુવા ટાઉનમાં અવરજવર માટે ફકત ૮૦૦ મીટર જેટલા અંતરનો ચકરાવો થાય તેમ છે. જેથી જુના અને સાંકડા પુલના કારણે અકસ્માતના બનાવો બનવા ન પામે તથા જાહેર જનતાની સલામતી જળવાય રહે તે માટે વાહનો માટે ટ્રાફિક ડાયવર્ઝન આપવા જરૂરી હોવાથી ઈ. જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી હિતેશ કોયા દ્વારા મહુવા-અનાવલ રાજ્ય ધોરીમાર્ગ પર મહુવા ખાતે પુર્ણા નદી ઉપર જુના પુલ પર ભારે વાહનોની અવરજવર પર કાયમી ધોરણે પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. વિકલ્પરૂપે આ પુલની નજીકમાં મહુવા-અનાવલ બાયપાસ રોડ ઉપર નવા પુલ ઉપરથી વાહનો પસાર થઇ શકશે. આ હુકમનો ભંગ કરનાર વિરૂધ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

 

Right Click Disabled!