મહેસાણાની તસનીમ મીરે દુબઈમાં યોજાયેલ ઇન્ટરનેશનલ બેડમિન્ટનમાં બે ગોલ્ડ મેડલ જીત્યા

મહેસાણાની તસનીમ મીરે દુબઈમાં યોજાયેલ ઇન્ટરનેશનલ બેડમિન્ટનમાં બે ગોલ્ડ મેડલ જીત્યા
Spread the love

મહેસાણાની 14 વર્ષીય બેડમિન્ટન ખેલાડી તસનીમ મીરે બે ગોલ્ડ મેડલ જીતીને સમગ્ર રાજ્ય અને દેશનું નામ રોશન કર્યું છે. 11મી સપ્ટેમ્બરે શરૂ થયેલી બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં તસનીમ મીરે મહિલા સિંગલ્સ અને મિક્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તસનીમ મીર ગોલ્ડ મેડલ જીત્યા બાદ આજે(સોમવાર) સવારે મહેસાણા પરત ફરવાની છે. તસનીમની આ સિદ્ધિને લઈને તેના પરિવારજનોમાં આનંદની લાગણી છવાઇ ગઈ છે. તો તસનીમ આગામી મહિને રશિયા ખાતે પણ રમવા જવાની છે. મહત્વનું છે કે, દુબઇ જૂનિયર ઇન્ટરનેશનલ સિરીઝમાં ભારતે ત્રણ ગોલ્ડ મેડલ સહિત છ પુરસ્કાર જીત્યા છે.

ભારતના જૂનિયર ખેલાડીઓએ ત્રણ ગોલ્ડ મેડલ સહિત ત્રણ સિલ્વર મેડલ પણ પોતાના નામે કર્યા છે. તસનીમ મીરે મહિલાઓના સિંગલ્સનો જીત્યો જ્યારે અયાન રાશિદ અને તસનીમની જોડી પણ ચેમ્પિયન બની. ભારતને ત્રીજો ગોલ્ડ મેડલ તનીષા ક્રાસ્ટો અને અદિતિ ભટની મહિલાઓની યુગલ જોડીએ અપાવ્યો. દુબઇમાં યોજાયેલ જૂનિયર ઇન્ટરનેશનલ બેડમિન્ટન સિરીઝમાં મહેસાણાની તસનીમ મીરે અંડર 19 ઇન્ટરનેશનલ બેડમિન્ટનમાં બે ગોલ્ડ મેડલ જીત્યા છે. તસનીમ મીર ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમ જૂનિયર ઇન્ટરનેશનલ બેડમિન્ટમાં ચેમ્પિયન બની છે.

Right Click Disabled!