મહેસાણા જિલ્લાની ૧૪ સ્વસહાય જૂથની બહેનોને કોમન સર્વિસ સેન્ટર (સી.એસ.સી) નું ડીજીપે-બાયોમેટ્રીક ડિવાઈસનું નિ:શુલ્ક વિતરણ

મહેસાણા જિલ્લાની ૧૪ સ્વસહાય જૂથની બહેનોને કોમન સર્વિસ સેન્ટર (સી.એસ.સી) નું ડીજીપે-બાયોમેટ્રીક ડિવાઈસનું નિ:શુલ્ક વિતરણ
Spread the love

મહેસાણા,
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મહેસાણાની દિન દયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY NRLM) અને કોમન સર્વિસ સેન્ટર (સી.એસ.સી) ના સંયુક્ત ઉપક્રમે મહેસાણા જિલ્લાના કડી, વિજાપુર અને મહેસાણા તાલુકાની ૧૪ સ્વસહાય જૂથની બહેનોને કોમન સર્વિસ સેન્ટર (સી.એસ.સી) નું ડીજીપે-બાયોમેટ્રીક ડિવાઈસનું નિ:શુલ્ક વિતરણ જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી અને નિયામક જિલ્લા ગ્રામ્ય વિકાસ મેહુલ દવેના વરદ હસ્તે કરવામાં આવ્યું.
મહિલાઓને “મહિલા શક્તિ” તરીકે બિરદાવી બંને અધિકારી દ્વારા કોમન સર્વિસ સેન્ટર (સી.એસ.સી) ડીજીપે-બાયોમેટ્રીક ડિવાઈસ દ્વારા બેન્કિંગ સેવાઓ જેવી કે પૈસાની લેવડદેવડ, વીમા પ્રીમિયમ, મોબાઈલ રિચાર્જ, પાન કાર્ડ, પાસપોર્ટ, યુટીલીટી બિલો, રેલ્વે બુકિંગ જેવી ઘણી સુવિધાઓ ઘરે બેઠા ગ્રામીણ લોકોને ઉપલબ્ધ કરાવી શકાય છે. જેથી તેનો ઉપયોગ કરી ગ્રામીણ લોકોને તેનો વધુમાં વધુ લાભ આપવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.
ગ્રામીણ મહિલાઓના સશક્તિકરણ સાથે સ્વરોજગારી મળી રહે અને આર્થિક પગભર થઇ સ્વમાનભેર જીવી શકે તે માટે બહેનો દ્વારા ઘર આંગણે બેન્કિંગ સુવિધા થકી રોજગારી ઉપલબ્ધ કરાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ છે.

Right Click Disabled!