મહેસાણા જિલ્લામાં ગુરુવારે કોવિડ-૧૯ ના બે પોઝીટીવ કેસ નોંધાયા

Spread the love

મહેસાણા,
મહેસાણા જિલ્લામાં કોવિડ-૧૯ની પરિસ્થિતિ મુજબ ૨૪ જુન ૨૦૨૦ સુધીમાં ૩૪૯૧ સેમ્પલ લેવામાં આવેલ છે. જેમાંથી ૩૨૨૩ સેમ્પલનું પરીણામ નેગેટીવ આવેલ છે. જિલ્લામાં ગુરુવારે ૨૫ સેમ્પલનું રીઝલ્ટ આવેલ છે. જે તમામ ૨૫ સેમ્પલનું પરીણામ નેગેટીવ આવેલ છે. જિલ્લામાં ૧૧૫ સેમ્પલના પરીણામ પેન્ડીંગ છે. તેમજ આજ રોજ ૦૨ દર્દી સાજા થતા હોસ્પિટલમાં થી રજા આપવામાં આવી છે.

મહેસાણા જિલ્લામાં આજ દિન સુધી કોવિડ-૧૯ના ૨૪૧ પોઝીટીવ કેસ નોંધાયા છે. જિલ્લામાં કોવિડ-૧૯ના એક્ટીવ કેસ ૪૯ છે. આ ઉપરાંત જિલ્લામાં ૧૬૮ દર્દીઓએ કોરાનાને પરાસ્ત કરતાં રજા આપવામાં આવેલ છે. ગુરુવારે મહેસાણા જિલ્લામાં ખાનગી લેબ ખાતે ૦૨ પોઝીટીવ કેસ નોંધાયા હતા. જેની વિગતો જોઇએ તો..૪૯ વર્ષીય મદનકુમાર જે ૧૦/૧૦૫ સમૃધ્ધિ રેસીડન્સી કડી ખાતે રહે છે. જેઓને સંજીવની હોસ્પિટલ અમદાવાદ ખાતે દાખલ કરેલ છે. જેમના સેમ્પલ સનફ્લાવર લેબોરેટરી મેમનગર અમદાવાદ ખાતે લીધેલ છે. ૫૭ વર્ષીય રાગવજીભાઇ પટેલ જેઓ ગોવિંદપુરા કડી ખાતે રહે છે. જેઓને એસ.એમ.એસ. હોસ્પિટલ ગાંધીનગર ખાતે દાખલ કરેલ છે. જેમના સેમ્પલ બી.જે. મેડીકલ કોલેજ અમદાવાદ ખાતે લીધેલ છે. આ બંને દર્દી પોઝીટીવ જાહેર થયેલ છે..

Right Click Disabled!