માંગરોળથી કોસંબા જતાં રાજ્યધોરીમાર્ગ પર કનવાડા ખાતે આખો માર્ગ પાણીમાં ગરકાવ

માંગરોળથી કોસંબા જતાં રાજ્યધોરીમાર્ગ પર કનવાડા ખાતે આખો માર્ગ પાણીમાં ગરકાવ
Spread the love

માંગરોળ તાલુકા સહિત સુરત જિલ્લામાં છેલ્લા ઘણાં દીવસોથી વ્યાપક વરસાદ પડી રહયો છે.પરંતુ છેલ્લા બે દિવસથી વરસાદની ગતિમાં વધારો નોંધાયો છે. બે દિવસથી સતત પડી રહેલાં વરસાદથી સમગ્ર માંગરોળ તાલુકાનાં નદી-નાળા જળબંબાકાર બન્યા છે.ખેતરો પાણીથી ભરાઈ ગયા છે.તાલુકાનાં અનેક માર્ગો ઉપરથી વરસાદી પાણી પસાર થઈ રહ્યા છે.જેમાં આ વિસ્તારનો અતિમહત્વનો માંગરોળ થી કોસંબા જતો રાજ્યધોરીમાર્ગ આવેલો છે.આ માર્ગ ઉપર કનવાડા ગામે સમગ્ર માર્ગ વરસાદી પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનો માટે આ માર્ગ થોડા સમય માટે બંધ થઈ ગયો હતો. તેવી જ સ્થિતિ મોસાલી બજારની થવા પામી છે. સમગ્ર બજારનો અર્ધા કરતાં વધુ માર્ગ ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં છે.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

IMG-20200830-WA0120.jpg

Right Click Disabled!