માંગરોળના ઓગણીસા ગામે આવેલ પેટા આરોગ્ય કેન્દ્ર જર્જરિત આરોગ્ય સેવા બંધ

માંગરોળ તાલુકાના ઓગણીસા ગામે, સુરત જિલ્લા આરોગ્ય વિભાગ તરફથી પેટા આરોગ્ય કેન્દ્રનું બાંધકામ અધુરૂં મુકવાની સાથે, આરોગ્ય સેવા પણ બંધ કરી દેવાતા પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે. કોરોના મહામારીને પગલે સમગ્ર દેશ આરોગ્ય બાબતે સંવેદન બન્યો છે. ત્યારે માંગરોળ તાલુકાના ઓગણીસા ગામનું જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સંચાલિત, પેટા આરોગ્ય કેન્દ્નનું બાંધકામ અધૂરૂ મુકવામાં આવ્યું છે. તેમ છતાં શરૂઆતના દિવસોમાં આરોગ્યની સેવા ગામલોકો આપવામાં આવતી હતી.
કેટલાક સમયથી આરોગ્ય સેવા બંધ કરાતાં ગામ સહિત આસપાસનાં ગામોની પ્રજા માટે આરોગ્ય સેવાનો મોટો પ્રશ્ન ઉભો થવા પામ્યો છે. હાલમાં પ્રજા આરોગ્ય સેવા માટે મોટી આશા લઈને બેઠું છે. ત્યારે ગામલોકોએ પેટા આરોગ્ય કેન્દ્ર તાત્કાલિક ધોરણે શરૂ થાય તેવી માંગ કરાઈ છે. અનેઅધુરૂં મુકાયેલું બાંધકામ એસ્ટીમેન્ટ મુજબ કોન્ટ્રાક્ટર દ્વારા પૂર્ણ કરવામાં આવે એવી માંગ કરાઈ છે. ગૌરાંગભાઈ ચૌધરીએ જણાવ્યું કે આ બાંધકામમાં કોઈ મોટો ભ્રષ્ટાચાર થયો હોય એવું લાગી રહ્યું છે. માટે તટસ્થ તપાસ થવી જોઈએ.
રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)
