માંગરોળના મોસાલી ખાતે DGVCL કચેરી-બાપુનગર તરફ જતો માર્ગ જર્જરીત

માંગરોળના મોસાલી ખાતે DGVCL કચેરી-બાપુનગર તરફ જતો માર્ગ જર્જરીત
Spread the love

માંગરોળ તાલુકાનાં મોસાલી ગામે માંગરોળ DGVCL ની કચેરી આવેલી છે.આજ વિસ્તારમાં નવીનગરી અને બાપુનગર જેવા રહેણાંક વિસ્તારો આવેલા છે.આ વિસ્તારમાં ૧૫૦ કરતા વધુ મકાનો આવેલા છે.સાથે જ મોસાલી વીજ સબસ્ટેશન અને વીજ કચેરી આવેલી હોય,અનેક વાહનો અને લોકોની અવર જવર રહે છે.આ વિસ્તારનો માર્ગ જર્જરીત હોય, પ્રજાજનો અને વાહનચાલકો હેરાન-પરેશાન થઈ જવા પામ્યા છે. ત્યારે આ માર્ગની મરામત કરાવવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.DGVCL ની કચેરી આવેલી હોય આખા તાલુકાની પ્રજા વીજ પ્રશ્નોના કામે અવર-જવર કરે છે.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

Screenshot_20200906_135030.jpg

Right Click Disabled!