માંગરોળમાં આવેલ વિવેકાનંદ સ્કૂલ ખાતે વિશ્વ જન કલ્યાણ અર્થે ગાયત્રી યજ્ઞ

માંગરોળમાં આવેલ વિવેકાનંદ સ્કૂલ ખાતે વિશ્વ જન કલ્યાણ અર્થે ગાયત્રી યજ્ઞ
Spread the love
  • જૂનાગઢ જિલ્લાના માંગરોળ માં આવેલ વિવેકાનંદ સ્કૂલ ખાતે વિશ્વ જન કલ્યાણ અર્થે તા.20.3.2020 ના રોજ થી ગાયત્રી યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું જે યજ્ઞ સતત સાત દિવસ સુધી ચાલશે

આજના સમયમાં જ્યારે સમગ્ર વિશ્વ માં જ્યારે કોરોના વાઇરસનો ખોફ પ્રગટ થયો છે ત્યારે વિશ્વ શાંતિ માટે અને આત્મવિશ્વાસ બુલંદ થાય એ માટે માંગરોળની શ્રી વિવેકાનંદ સ્કૂલ ખાતે ગાયત્રી યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં ગાયત્રી માતાજી ના સાનિધ્યમાં એમની ઉપાસના કરી અને યજ્ઞની આહૂતિઓ આપવામાં આવે છે જેથી કરીને વાતાવરણ પણ શુદ્ધ થાય છે યજ્ઞ કરવાથી વાતાવરણમાં જે કીટાણુંઓ હોય છે અને આ કીટાણુઓ નો પણ આ યજ્ઞ કરવાથી નાશ થાય છે અને વાતાવરણ ખૂબ જ પવિત્ર થાય છે અને આત્મવિશ્વાસ પણ વધે છે.

આજે જો સૌથી વધુ લોકો ને માટે જરૂર હોય તે આત્મવિશ્વાસની છે કોરોના વાયરસ સે જે ભય હાલમાં પુરા વિશ્વમાં એટલો બધો ફેલાયેલો છે અને જો આત્મવિશ્વાસ જો આપણામાં હશે તો આ પરિસ્થિતિનો સામનો આપણે ખૂબ જ સારી રીતે કરી શકીશું અને આવા સમયે આધ્યાત્મિકતા જ એક એવી વસ્તુ છે કે જે માણસને હિંમત આપે છે, વાતાવરણને શુદ્ધ કરે છે, શાંતિ આપે છે અને ભય રહિત કરે છે એથી જ સમગ્ર વિશ્વના કલ્યાણ માટે તેમજ વિદ્યાર્થીઓના કલ્યાણ માટે આ ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હોય અને દરરોજ એક અઠવાડિયા સુધી અહીં યજ્ઞમાં આહુતિઓ આપવામાં આવશે અને વિશ્વમાં શાંતિ સ્થાપિત થાય એ માટેનું કાર્ય વિવેકાનંદ સ્કૂલ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

હાલમાં કોરોના વાઇરસ વિશ્વમાં ચારેબાજુ હાહાકાર ફેલાવી રહ્યો હોય ત્યારે વિવેકાનંદ સ્કૂલ પરિવાર દ્વારા એવું વિચારવામાં આવ્યું હતું કે જો માત્ર ને માત્ર આધ્યાત્મિક બળ હશે તો એમાં આપણને કંઈક સફળતા મળશે અને વિશ્વ કલ્યાણ અર્થે વિશ્વ સ્વાસ્થ્ય અર્થે વિવેકાનંદ વિદ્યાલય ના સ્ટાફ દ્વારા એવું વિચાર્યું કે દરરોજ એક ગાયત્રી યજ્ઞ અને મહામૃત્યુંજય યજ્ઞ કરી વિશ્વની શાંતિ માટે અને સ્વાસ્થ્ય માટેના આ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો છે જેથી કરીને કંઈક કરી છૂટવાનો અહેસાસ પણ કરી શકીએ આવા ખૂબ જ ઉમદા હેતુથી શ્રી વિવેકાનંદ સ્કૂલના સ્ટાફ દ્વારા આ સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને સ્કૂલના શિક્ષક મિત્રો દ્વારા આ યજ્ઞમાં ભાવપૂર્ણ ભાગ લઇ માતાજીની આરાધના કરે છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

IMG-20200321-WA0132.jpg

Right Click Disabled!