માંગરોળ : કાંદા અને બટાકા સહિત શાકભાજીના ભાવો આસમાને, ગૃહણીઓનું બજેટ ખોરવાયું

માંગરોળ : કાંદા અને બટાકા સહિત શાકભાજીના ભાવો આસમાને, ગૃહણીઓનું બજેટ ખોરવાયું
Spread the love

ચાલુ વર્ષે ચોમાસાની મૌસમ મોડી શરૂ થઈ, પરંતુ પાછળથી સતત વરસાદ પડતાં ખેતીનાં પાકો ને વ્યાપક નુકશાન થયું છે.તો કેટલાક પાકો સંપૂર્ણ નાશ પામ્યા છે. જેને પગલે ખાદ્યપદાર્થોના ભાવો આસમાને પોહચતા ગૃહણીઓનું કિચનનું બજેટ ખોરવાઈ જવા પામ્યું છે.ખાસ કરી ગરીબોની કસ્તુરી ગણાતાં કાદાનાં ભાવ બેવડા થઈ ગયા છે. જે કાદા ૧૫ રૂપિયે કીલો મળતા હતા તે વધીને ૩૦ રૂપિયા થયા છે.

જ્યારે બટાકાનો ભાવ કિલોના ૨૦ રૂપિયા હતા.તે વધીને ૪૦ રૂપિયા થઈ જવા પામ્યા છે. તેવી જ રીતે શાકભાજીના ભાવો પણ ખૂબ વધી જવા પામ્યા છે. સૂકું લસણ જે ૮૦ રૂપિયે કિલો મળતું હતું તે ૧૪૦ રૂપિયે પોહચ્યું છે.આમ ખાદ્ય ચીજ વસ્તુના ભાવોમાં એકા એક વ્યાપક વધારો થતાં ખાસ કરી મજૂરવર્ગ અને મધ્યમ વર્ગની સ્થિતિ ખૂબ દયનીય બની છે.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

1600081898745.jpg

Right Click Disabled!