માંગરોળ તાલુકાના હરસણીના ૨૩ વર્ષનાં યુવાન વિદ્યાર્થીનુ ડૂબી જવાથી થયું કરૂણ મોત

માંગરોળ તાલુકાના હરસણી ગામના વડસોલ ફળીયામાં રહેતા રાહુલકુમાર જશવંતભાઈ વસાવા ગત તારીખ ૧૨-૦૯-૨૦૨૦ ના રોજ હરસણી ગામ ની વડસોલ ફળીયાની સીમમાં આવેલા તળાવમાં , પોતાનાં મિત્રો સાથે નાહવા ગયો હતો. તે દરમિયાન તળાવમાં અગમ્ય કારણો સર પાણીમાં ગરક થઈ જવાથી કરૂણ મોત નિપજયું છે. આ બનાવની જાણ માંગરોળ પોલીસને કરાતા ,પોલીસ ઘટના સ્થળે પોહચી હતી અને યુવકના મૃતદેહનો કબ્જો લઈ એનું પી.એમ. કરાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)
