માંગરોળ તાલુકા કોગ્રેસ દ્વારા મોસાલી ચાર રસ્તા ખાતે ખાડાની પૂજા કરી

- વિરોધ કર્યા બાદ ત્વરીત માર્ગ-મકાન વિભાગે ખાડાઓ પુરી દીધા
ચાલુ સાલે ચોમાસુ મોડું શરૂ થયું, છતાં આખી સીઝનનો વરસાદ વીસ દિવસમાં જ પડી ગયો. સતત વરસાદ પડવાથી અનેક માર્ગો જર્જરીત થઈ જવા પામ્યા છે. જેથી વાહન ચાલકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. માર્ગ -મકાન વિભાગને રજૂઆતો કરવા છતાં માર્ગોની મરામત કરવામાં આવતી નથી. ત્યારે થોડા કોસંબા-ઝંખવાવ રાજ્ય ધોરીમાર્ગ ઉપર ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે.
જેથી મોસાલી ચારરસ્તા ખાતે માર્ગ પર પડેલા મોટા ખાડાનીથોડા દિવસ આગાઉ માંગરોળ તાલુકા કોગ્રેસ સમિતિ દ્વારા પૂજા કરી, વૃક્ષ રોપી અનોખો વિરોધ કરવામાં આવ્યો છે.આ કાર્યક્રમ પૂર્ણ થતાની સાથે જ માર્ગ અને મકાન વિભાગ હરકતમાં આવી ગયું હતું અને ત્વરીત આ ખાડા સહિત સમગ્ર માર્ગ ઉપરના તમામ ખાડાઓ પુરી દેવાની કામગીરી પૂર્ણ કરી દીધી છે.આમ ચમત્કારને આખરે નમસ્કાર કરવામાં આવ્યો છે.માર્ગ પરના ખાડાઓ પુરી દેવામાં આવતાં વાહનચાલકોએ રાહતની દમ લીધો છે.સાથે જ તાલુકા કોગ્રેસનો આભાર માન્યો છે.
રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ- સુરત)
