માંગરોળ તાલુકા કોગ્રેસ દ્વારા મોસાલી ચાર રસ્તા અને વાંકલ ખાતે 5000 માસ્કનું વિતરણ

માંગરોળ તાલુકા કોગ્રેસ દ્વારા મોસાલી ચાર રસ્તા અને વાંકલ ખાતે 5000 માસ્કનું વિતરણ
Spread the love

આજે માંગરોળ તાલુકા કોગ્રેસ સમિતિ તરફથી માંગરોળના મોસાલી ચારરસ્તા અને વાંકલ બજારમાં માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે. કોગી આગેવાનોનું કહેવું છે કે સરકાર દ્વારા માસ્ક ન પહેરનાર પાસેથી એક હજાર રૂપિયા દંડ પેટે વસુલ કરવામાં આવી રહ્યા છે. જે ગ્રામીણ વિસ્તારની પ્રજા માટે વધુ છે.

ગરીબ લોકો આ દંડનો ભોગ ન બને એને ધ્યાનમાં લઈ તાલુકા કોગ્રેસ તરફથી આ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રમણભાઈ ચૌધરી, ઈરફાન મકરાણી, રૂપસિંગ ગામીત, બાબુભાઇ ચૌધરી, શાબૂદીન મલેક સહિત મોટી સંખ્યામાં કોગી આગેવાનો હાજર રહ્યા હતા.

રિપોર્ટ : નઝીર પાંડોર માંગરોળ (સુરત)

1600241313286.jpg

Right Click Disabled!