માંગરોળ તાલુકા પંચાયતની લગભગ છેલ્લી સામાન્ય સભા ૨૩મીએ યોજાશે

માંગરોળ તાલુકા પંચાયતની લગભગ છેલ્લી સામાન્ય સભા ૨૩મીએ યોજાશે
Spread the love

માંગરોળ તાલુકા પંચાયત સહિત અનેક તાલુકા પંચાયતોની મુદ્દત પૂર્ણ થવા આવી છે.ચૂંટણીપંચે બેઠકો જાહેર કરી દીધી છે.ત્યારે આગામી તારીખ ૨૩ મી ના બુધવારે સવારે ૧૧ કલાકે તાલુકા પંચાયતના સભાખંડમાં પ્રમુખ જગદીશભાઈ ગામીતના પ્રમુખપદે સામાન્યસભાની બેઠક યોજાનાર છે.લગભગ સમાન્ય સભાની આ છેલ્લી જ બેઠક હશે.આ બેઠકમાં ૧૫ માં નાણાંપંચની યોજના હેઠળ તાલુકા કક્ષાની ગ્રાન્ટ માટે કામોનું આયોજન કરવામાં આવનાર છે.તદ ઉપરાંત પ્રમુખપદે થી જે કામો રજૂ થશે એની પણ ચર્ચા કરવામાં આવનાર છે.બેઠકના સભ્યસચિવ દિનેશભાઇ પટેલ અને પ્રમુખ જગદીશભાઈ ગામીત દ્વારા તમામ સદસ્યોને એજન્ડા મોકલી આપવામાં આવ્યા છે.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ સુરત)

IMG_20200727_143031.jpg

Right Click Disabled!