માંગરોળ : બે કલાકમાં સવા બે ઇંચ વરસાદ પડતાં કુલ ૬૯ ઇંચ વરસાદ થયો

છેલ્લા ૨૦ દિવસથી સુરત જિલ્લા સહિત માંગરોળ તાલુકામાં વરસાદ પડી રહ્યો છે. જેમાં આજે તારીખ ૨૯ મી ઓગસ્ટના બે જ કલાકમાં ધડાકા-કડાકા સાથે સવા બે ઇંચ વરસાદ પડ્યો છે, આ સાથે મૌસમનો કુલ વરસાદ ૬૯ ઇંચ ઉપર પોહચ્યો છે. સતત વરસાદને પગલે ખેડૂતો ચિંતાતુર બન્યા છે તો બીજી તરફ પ્રજાજનો વિવિધ માંદગીનો ભોગ બની રહ્યા છે.
રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ સુરત)
