માંગરોળ : સતત બીજા દિવસે બે કલાકમાં અઢી ઇંચ વરસાદ પડતાં કુલ 72 ઇંચ વરસાદ

છેલ્લા ૨૧ દિવસથી સુરત જિલ્લા સહિત માંગરોળ તાલુકામાં વ્યાપક વરસાદ પડી રહ્યો છે.જેમાં આજે ૩૦ મી ઓગસ્ટના બે જ કલાકમાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે, આ સાથે મૌસમનો કુલ વરસાદ ૭૨ ઇંચ થયો છે.સતત વરસાદને પગલે ખેડૂતો ચિંતાતુર બન્યા છે.તો બીજી તરફ નદી નાળા જળબંબાકાર બન્યા છે. હજુ પણ ધોધમાર વરસાદ પડી રહયો છે.સાથે વીજળીના ધડાકાઓ પણ થઈ રહ્યાં છે.
રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ સુરત)
