માંગરોળ : સાંગાવાડા ગામે રાષ્ટ્રીય પક્ષી મોર ઘાયલ મળી આવતા ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યો

માંગરોળ : સાંગાવાડા ગામે રાષ્ટ્રીય પક્ષી મોર ઘાયલ મળી આવતા ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યો
Spread the love

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના સાંગાવાડા ગામેં રાષ્ટ્રીય પક્ષી “મોર” ઘાયલ અવસ્થામાં હોય એમની ટેલિફોનીક જાણ થતાં સંજીવની નેચર ફાઉન્ડેશન-શીલના સતીષભાઈ પંડીત, પિયુષ કામડીયા, સાગર ડાકી અને નિખીલ પુરોહીત સ્થળ પર પહોંચી યોગ્ય સારવાર આપેલ પરંતુ મોરને વધુ સારવારની જરૂરિયાત જણાતા વન વિભાગ ને સોંપવામાં આવેલ ગત અઠવાડિયા પહેલાં મક્તુપુર ખાતે બે મોર પક્ષી ઘાયલ અવસ્થામા મળી આવેલ હત ત્યારે રણજીત ભાઈ પરમાર તેમજ મુકેશભાઈ ઘોડાદ્રા દ્વારા સંજીવની નેચર ફાઉન્ડેશન ની માંગરોળ ખાતેની ઓફીસ પર લઇ આવેલ.

એક મોરને સામાન્ય ઇજા હોય સારવાર આપવામાં આવી તેમજ એક મોર પક્ષીને પ્રાથમિક સારવાર આપી વધુ સસરવારની જરૂરિયાત જણાતા માંગરોળ ફોરેસ્ટ વિભાગને સોપવામાં આવ્યો હતો. આમ મૂંગા અને અબોલ જીવોની કોઈપણ જાતના સ્વાર્થ વગર નિસ્વાર્થ ભાવે સેવા આપી રહેલા સંજીવની નેચર ફાઉન્ડેશન ના કાર્યકરો કે જેવો કોઈપણ જગ્યા પરથી કોઈ ઘાયલ પક્ષી માટે કોલ આવતા જ તાત્કાલિક જ ત્યાં પહોંચી પ્રાથમિક સારવાર આપતા હોય છે ધન્ય છે સંજીવની નેચર ફાઉન્ડેશનના કાર્યકરોને કે જેઓ પોતાનો કિંમતી સમય મૂંગા અને અબોલ જીવોને માટે નિસ્વાર્થ સેવાઓ આપી રહયા છે.

રિપોર્ટ : પિયુષ કામડીયા (શીલ)

IMG-20200807-WA0035.jpg

Right Click Disabled!