માણાવદરના કોડવાવ ગામ પાસે નદીમાં યુવાન તણાયો

- માણાવદર પંથકમાં એકબાજુ અનારાધાર ભારે વરસાદ થી નદી નાળા બે કાંઠે વહે છે તો બાંટવા ખારાડેમ ના ત્રણ દરવાજા ખોલવાથી નદીમાં વધું પાણી વહે છે રાત્રીના અઢી ઇંચ જેટલો વરસાદ પડયો છે
પરિવાર ના ગુજરાન ચલાવતા મુળ એકલેરા ગામે રહેતા યુવાન વીરાભાઇ રૈયાભાઇ શામળા ઉ.વ. 22 દુધ વેચવાનો વ્યવસાય કરે છે તે યુવાન આજે કોડવાવ ગામે થી સમેગા દુધ દેવાજતા કોડવાવ ગામ પાસે ગાડી સ્લીપ થતા પડી ગયો તે દરમિયાન ગાડીને બચાવવા જતા તે પણ લપસ્યો જે નદીના વેણમા તણાયો જેને બચાવવા એક યુવાન દોડયો પણ બચાવી ન શકયો વહેલી સવાર બનેલા બનાવમાં 4 કિ.મી. દુરથી આ તણાયેલ યુવાન નો મૃતદેહ મળ્યો હોવાની માહિતી મામલતદાર રામ સાહેબે આપી હતી હાલ ડેડબોડી પી.એમ. કરવા માટે સરકારી હોસ્પિટલ માણાવદર લાવ્યા છે વધું એક યુવાન નો ભોગ લેવાયો છે નાના પરિવાર નો જુવાન જોધ પુત્ર ગુમાવતા વૃજધાત પડી છે પરિવારે આધાત અનુભવ્યો છે
અહેવાલ : જીજ્ઞેશ પટેલ (માણાવદર)
