માણાવદરના ખેડૂતો કપાસ પાક વીમા બાબતે અવઢવમાં : વીમા કંપનીઓ સામે રોષ !!!

માણાવદરના ખેડૂતો કપાસ પાક વીમા બાબતે અવઢવમાં : વીમા કંપનીઓ સામે રોષ !!!
Spread the love

ગુજરાતમાં દર વરસે અતિ ભારે વરસાદ પડે છે તેમાંય ધેડ વિસ્તાર નો આકાર રકાબી જેવો હોવાથી ત્યાં ના ખેડૂતોના ખેતરોનુ મોટા પાયે ધોવાણ થતા વાવેલ પાક નષ્ટ થઇ જાય છે દરેક ખેડૂતો પોતાના પાકના સંરક્ષણ માટે મહેનત કરે છે છતા વરસાદી પાણી ખેતરોને ધોઇ નાખે છે. ધોવાઇ ગયેલ પાકના વળતર રૂપે ખેડૂતો પાકનો વીમો ઊતરાવે છે ને દર વર્ષે પ્રિમીયમ પણ ભરે છે પરંતુ સરકાર અને વીમા કંપની વચ્ચે સંકલન ના અભાવે ખેડૂતોને મળવા પાત્ર વીમાની રકમ વીમા કંપની ચૂકવતી નથી.

સને 2018 મા પણ ખેડૂતોએ પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના હેઠળ પ્રિમીયમ ભર્યા હતા તેમા થયેલા સર્વે મુજબ પાકનું 90 ટકા ધોવાણ દર્શાવેલ છે. આ સર્વે આંકલન તે સમયે 20 ખેતરોમાં કરવામાં આવેલ હતું. ખેડૂતોને 90 ટકા વળતરને બદલે વીમા કંપનીએ માત્ર 14 ટકા વીમો પાસ કરતા આ વિસ્તારના ખેડૂતોમાં સરકાર સામે રોષ ફાટી નીકળ્યો છે. આ અંગે આજે જન આંદોલન સમિતિના પ્રમુખ યોગેશભાઇ સામતભાઇ હુંબલ તથા હાર્દિક લીંબાણી, જય ભાટુ, વગેરે માણાવદર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતુ.

અહેવાલ : જીજ્ઞેશ પટેલ (માણાવદર)

IMG-20200829-WA0017.jpg

Right Click Disabled!