માણાવદરના ગણા ગામે ભાદર નદીના પુર ફરી વળતા કપાસ-મગફળીનો પાક ફેલ

માણાવદરના ગણા ગામે ભાદર નદીના પુર ફરી વળતા કપાસ-મગફળીનો પાક ફેલ
Spread the love

તાજેતરમાં જ ભાદર ડેમના દરવાજા ખોલાતા અને ઉપરવાસમાં ભારે વરસાદ ને કારણે માણાવદર તાલુકા નુ ગણા ગામ બેટમાં ફેરવાયું હતું અને ખેતરોમાં મોટા પાયે ધોવાણ થતા કપાસ અને મગફળી નો પાક સંપૂર્ણ નિષ્ફળ થતા ગણા ગામ ના ખેડૂતો મુશ્કેલી માં મુકાયા છે. ખેડૂતોએ વાવેતર કરેલ કપાસ અને મગફળી નો હજારો વિધા નો પાક નિષ્ફળ જવાની ભિતી સેવાય રહી છે. ખેડૂતો ના ખેતરો નું ધોવાણ થયું છે.

ભાદર નદી અને ધુંધવી નદીના પાણી લાંબો સમય સુધી ખેતરોમાં ભરાયેલા રહેતા ખેડૂતોને આર્થિક નુકશાની પણ ભોગવી પડે તેમ છે. ત્યારે આ વિસ્તારમાં થયેલ નુકસાનીનો તાત્કાલિક સર્વે કરવા ગણા ગામના સરપંચે માંગ કરી છે . ગણા – બીલડી ના રસ્તા નું ધોવાણ થઇ જવાથી વાહન વ્યવહાર પણ બંધ થઇ ગયો છે ત્યારે આ રસ્તો રીપેરીંગ કરવા અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા રીપેરીંગ કરવામાં આવતો નથી જો હવે પછી આ રસ્તો રીપેરીંગ કરવામાં નહી આવે તો ના છુટ કે અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડ છે.

અહેવાલ : જીજ્ઞેશ પટેલ (માણાવદર)

IMG-20200905-WA0017-2.jpg IMG-20200905-WA0016-1.jpg IMG-20200905-WA0018-0.jpg

Right Click Disabled!