માણાવદર તાલુકાના ગામોમાં ભાદર નદીના કિનારે જમીન ધોવાણ થયું છે તે ખેડૂતોને સહાય આપવા માંગ

માણાવદર તાલુકા ના ગામોમાં ભાદર નદીના કિનારે જમીન ધોવાણ થયું છે તે ખેડૂતોને વર્ષ 2015 મુજબ સહાય આપવા માણાવદર તાલુકા પંચાયતના સદસ્ય રામસીભાઇ ખોડભાયે જૂનાગઢ જિલ્લા કલેકટર ને ઇમેલ દ્વારા રજૂઆત કરીને માંગ કરી છે માણાવદર તાલુકાના વેકરી, વડા, ગણા, ભીંડોરા, વાડાસડા, ઈન્દ્રા, સરાડીયા, મરમઠ, દેશીંગા અને ચીખલોદ્રા આ દસ ગામમાં ભાદર નદીના પૂરના પાણી ગઈ તારીખ 24 અને 31 ઓગસ્ટના રાજકોટ જિલ્લાના મોટા ડેમો ભાદર-1 ભાદર-2 વેણુ-2 અને મોજ ડેમનું પાણી વેકરી ગામના ખેતરોમાં પૂરના પાણી ઘુસી ગયા હતા મોટા પ્રમાણમાં જમીન ધોવાણ થયું છે હાલ વહીવટી તંત્ર દ્વારા પાક નિષ્ફળનો સર્વે હાથ ધરવામાં આવ્યો તે આવકાર દાયક બાબત છે.
પરંતુ જમીન ધોવાણની હજારો એકરમાં મોટી નુકસાની થઈ છે SDRF સહાય આ બાબતે વ્યાજબી સહાય ન કહેવાય અમારા આ દસ ગામમાં વર્ષ 2015માં જમીન વિકાસ નિગમ દ્વારા સર્વે કરી સરકાર દ્વારા એ વર્ષમાં સહાય પણ મળી હતી પાંચ વર્ષ બાદ આજે મોંઘવારી ખુબ વધી છે પાક નિષ્ફળ ગયો છે પાકવીમા યોજના બંધ થઈ ગઈ છે અને ખાટલે મોટી ખોટ એ છે કે 48 કલાકમાં સો ઈંચ વરસાદથી વધુ ડેમના પાણી ખેતરોમાં ઘુસી ગયા હતા પણ મુખ્યમંત્રી સહાય યોજના લાભ મળવા પાત્ર નથી આથી માત્ર એટલી જ વિનંતી છે 2015 માં જે સહાય મળી હતી તે ફરી આ વર્ષે લાગુ કરવા વિનંતી. જો અમારી માંગ નહીં સંતોષય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે નદી કિનારે આંદોલન કરશું તેમ માણાવદર તા.પં. સભ્ય રામસીભાઇ ખોડભાયે જણાવ્યું છે.
અહેવાલ : જીજ્ઞેશ પટેલ (માણાવદર)
