માણાવદર તાલુકાના થાપલા ગામની સીમમાં ખેતરો જળબંબાકાર રહેતા 500 વિધા પાકની નૂકશાની ભીતી

Spread the love
  • માણાવદર તાલુકાના થાપલા ગામની સીમમાં ખેતરો જળબંબાકાર રહેતા 500 વિધા પાકની નૂકશાની ભીતી
  • તાલુકા કૉંગ્રેસ પ્રમુખ અરવિંદભાઇ લાડાણી એ ખેતરો ખુંદી તાગ મેળવતા ખેડૂત ના સાચા હમદર્દ

માણાવદર તાલુકામાં છેલ્લા બે દિવસ થી પડેલા અનરાધાર વરસાદ ના પગલે તાલુકાના અનેક ગામો બેટમાં ફેરવાયા હતા તેની જાણ થતા જ ખેડૂત આગેવાન તથા માણાવદર તાલુકા કૉંગ્રેસ પ્રમુખ અરવિંદભાઇ લાડાણી તેની બાજુના ગામ થાપલા તથા કૃતિયાણા ના રેવદ્રા છેલ્લું ગામ છે તે ખેતરોમાં હજી પણ જળબંબાકાર ની સ્થિતિ છે તેની રૂબરૂ મુલાકાત પાણી ભરેલા ખેતરો કે જેમાં ચાલીને પણ જવું મુશ્કેલ છે તેમાં ખેતરો ખુંદી ખેડૂતોને ખેતી પાકનો તાગ મેળવવા રૂબરૂ મુલાકાત લીધી

જેમાં થાપલા ગામના ખેતરો માં ખારા ડેમના છોડાયેલા પાણી ના કારણે પાણી થી છલોછલ છે જેમાં કપાસ મગફળી નો પાક 500 વિધા માં નાશ થાય તેવી ભીતિ દર્શાવી જો આ પાક નિષ્ફળ થાય તો લાખો રૂપિયા ની નૂકશાની ખેડૂતોને થશે આંખે આંખો પાક પાણી મા ડૂબેલો છે છેલ્લા અનેક દિવસોથી ભારે વરસાદ ઉપરથી ડેમના પાણી ભરાયેલા સતત રહેતા નૂકશાની થશે તેવી સ્થિતિ તેઓની મુલાકાત દરમિયાન ખેડૂતોએ વ્યક્ત કરી છે તથા કોડવાવ થી આગળ જે નદી માં ખારાડેમનું પાણી છોડાય છે તેને ઉંડી કરવા માંગ કરાય છે જેથી રસ્તા બંધ થવામાં થોડી રાહત થાય હજી એકપણ અધિકારીઓ એ આ ગામોની મુલાકાત લીધી નથી તાલુકા માં આવા અનેક નદી ના પાણી ખેતરોમાં ફરી વળ્યા છે

અહેવાલ : જીજ્ઞેશ પટેલ (માણાવદર)

Right Click Disabled!