માણાવદર તાલુકા કૉંગ્રેસની માંગણી ખેડૂતોની હિતરક્ષા માટે 15મા નાણાપંચની ગ્રાન્ટની ગાઇડલાઇન સુધારો

માણાવદર તાલુકા કૉંગ્રેસની માંગણી ખેડૂતોની હિતરક્ષા માટે 15મા નાણાપંચની ગ્રાન્ટની ગાઇડલાઇન સુધારો
Spread the love

માણાવદર તાલુકા કૉંગ્રેસના પ્રમુખ અરવિંદભાઇ લાડાણી એ ખેડૂતોના હિત તથા ગામડાઓના લાભ માટે સરકારશ્રીની 15 મી નાણાપંચની ગાઇડલાઇન સુધારવા નાણામંત્રી ગાંધીનગર તથા ગ્રામવિકાસ મંત્રીને રજૂઆતો કરી છે. અરવિંદભાઇ લાડાણીએ આવેદનપત્રમા જણાવ્યું છે કે સરકાર દ્વારા 15 મુ નાણાપંચ સને 2020 – 2021 ની ગ્રાન્ટ ફાળવાશે તેમા સુધારાની આવશ્યકતા જણાય છે.

આ ગ્રાન્ટ લાઇનમાં 70 % ગામડાઓ 20% જિલ્લા પંચાયતો અને 10 % તાલુકા પંચાયતોને ગ્રાન્ટ ફાળવણીના જે નિયમો લાગુ પડવાના છે તેમા ગામડાઓની ગ્રાન્ટ ફાળવણી મા ગામડાઓની સમાનતા નહિ રહે 14 મુ નાણાપંચની જે ગાઇડ લાઇન હતી તે બરાબર અને વ્યાજબી હતી. પરંતુ વર્તમાન ગાઇડ લાઇન 13 મા નાણાપંચને આધારે બનાવેલ હોવાથી માત્ર 30 % ગ્રાન્ટની જ ફાળવણી થશે અને તેમાં વહાલા દવલાની નીતિ પણ આવશે જેનાથી ગામડાઓને નુકસાન થવાનો સંભવ છે.

જિલ્લા તથા તાલુકાના પદાધિકારીઓ આનો લાભ લઇને એમના માનીતા ગામડાઓને ગ્રાન્ટ ફાળવશે અને 14 મા નાણાપંચમાં જે સમાનતા હતી તેનો છેદ ઊડી જશે માટે સરકારશ્રી આ અંગે વિધેયાત્મક વલણ અપનાવી ગામડાઓને તેનો વધારે લાભ મળે તેવી દિશામાં આગળ વધવું ખેડૂતોના હિતમાં છે.

રીપૉર્ટ : જીજ્ઞેશ પટેલ (માણાવદર)

IMG-20200527-WA0087.jpg

Right Click Disabled!