માણાવદર લોકડાઉન સંદર્ભે ડીવાયએસપી ગઢવી સાહેબે મુલાકાત લીધી

માણાવદર લોકડાઉન સંદર્ભે ડીવાયએસપી ગઢવી સાહેબે મુલાકાત લીધી
Spread the love

સમગ્ર જૂનાગઢ જિલ્લામાં કોરોના સંદર્ભે લોકડાઉન સંદર્ભે થયેલા પોલીસ અને હોમગાર્ડઝના ચુસ્ત બંદોબસ્ત છે જેની જિલ્લા પોલીસ વડા સૌરભસિંધ સાહેબની સુચનાથી દરરોજ માણાવદર – વંથલી – બાંટવા સહિતના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત કરી વિઝીટ લઇ પરિસ્થિતિ સુવ્યવસ્થિત જળવાઈ તેથી આજે ડીવાયએસપી જે. બી. ગઢવી સાહેબે માણાવદર હાઇવેથી લઇ શહેર અંદર પોલીસ અને હોમગાર્ડઝની દરેક પોઇન્ટની મુલાકાત લઇ પોલીસ અને હોમગાર્ડઝની સારી કામગીરીના વખાણ કર્યો હતા.

તેમને વિઝીટ બુક ચેક કરી વિગતો લખી હતી તથા તમામ ચેક પોસ્ટમાં એક ડાયરીમાં તમામ ચેકીંગ કરેલા વાહનોની વિગતો સુવ્યવસ્થિત રાખવા જણાવ્યું હતુ તેમજ પોલીસ અને હોમગાર્ડઝની મુશ્કેલી જાણી હતી. હવે દરરોજ આ વિસ્તારની વિઝીટ થશે જેથી લોકડાઉનનો વધુ ચુસ્ત અમલ થશે તથા કામગીરી જાણી શકાશે તેમજ પીએસઆઇ આંબલીયા મેડમ ને જણાવ્યું હતુ કે નાના માણસોની કોઈ પણ મુશ્કેલી નિવારવા મદદરૂપ થવા પણ સૂચના આપવામાં આવી હતી.

અહેવાલ : જીજ્ઞેશ પટેલ (માણાવદર)

IMG-20200413-WA0000.jpg

Right Click Disabled!