માળીયામીયાણા રણસરોવર પ્રોજેક્ટ સામે અગરિયા હિત રક્ષક મંચ દ્વારા કલેક્ટરને આવેદન

Spread the love

માળીયામીયાણા માં રણ સરોવર પ્રોજેક્ટ સામે અગરિયા હિતરક્ષક મંચ તેમજ આસપાસ ગામો ના મીઠું પકવતા અગરીયાઓ ખેડૂતો માલધારી માછીમાર સમુદાય ના આગેવાનોએ મોરબી જિલ્લા અધિક કલેક્ટરશ્રી કેતનભાઇ જોષી સાહેબ ને આવેદનપત્ર આપ્યું હતું જેમાં જણાવ્યા મુજબ રણ-સરોવર બનશે તો અગરીયાનું અસ્તિત્વ કાયમ માટે ભુસાઈ જશે. રણની આજની પરિસ્થિતી સાથે કોઈપણ ફેરફાર કરતાં પહેલાં આસપાસના લોકો રણપર નભતા અગરીયા, માલધારી, ખેડૂતો પર રણ-સરોવરની કેવી અસર પડશે ? તેમનું શું થશે ?

આ બાબતે વિગતે અભ્યાસ કરવો જોઈએ. ઓછી આવક ધરાવતા અને બાવડાના જોરે ખુમારીથી રોટલો રળી ગુજારો કરતાં સમાજના વંચિત વર્ગોના આશરે 15 થી 16 લાખ લોકોનો વિચાર કરવો અનિવાર્ય છે. જેથી આજ રોજ અગરિયા હિત રક્ષક મંચના કોડિનેટર મારૂતસિંહ બારૈયા દેવાભાઈ આહીર રામભાઈ લોખીલ ચોથાભાઈ ભીમાણી પરભાતભાઇ કોળી મોમાયાભાઈ ભરવાડ રમજાનભાઈ જેડા તેમજ આસપાસ ગામના આગેવાન દ્વારા મોરબી જિલ્લા અધિક કલેકટર મારફતે મુખ્યમંત્રીને રજૂઆત કરાઇ છે.

Right Click Disabled!