મિડીયા કવરેજ અંગે હાઈકોર્ટની કેન્દ્ર સરકારને નોટિસ

મિડીયા કવરેજ અંગે હાઈકોર્ટની કેન્દ્ર સરકારને નોટિસ
Spread the love

મુંબઈ : અભિનેતા સુશાંત સિંહ રાજપુતના મૃત્યુ અને ત્યારબાદ આ કેસમાં થઈ રહેલી તપાસના વિવિધ પાસાના મિડીયમાં કરવામાં આવી રહેલા રિપોર્ટિંગ સંદર્ભે મુંબઈ હાઈકોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈ હાઈકોર્ટમાં ત્રીજી એવી પિટિશન દાખલ કરવામાં આવી છે, જેમાં આ કેસના મિડીયામાં થઈ રહેલા રિપોર્ટિંગને રોકવાની માગણી કરવામાં આવી હોય.

ચીફ જસ્ટિસ દિપાકર દત્તા સમક્ષ આ સંદર્ભે બે પિટિશન પહેલેથી જ ચાલી રહી છે જેમાંથી એક પુણેના ફિલ્મ-સર્જક નીલેશ નવલખા અને અન્ય બે વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવી છે, જયારે બીજી પટિશિન આઠ ભૂતપૂર્વ પોલીસ અધિકારીઓ દ્વારા દાખલ કરવામાં આવી છે. અત્યારે છેલ્લી જે પિટિશન દાખલ કરવામાં આવી છે તે એક એનજીઓ દ્વારા દાખલ કરવામાં આવી છે. હાઈકોર્ટે ત્રણેય પિટિશનની સુનાવણી એક સાથે ૮ ઓક્ટોબરે રાખી છે. હાઈકોર્ટે મંગળવારે કેન્દ્ર સરકારને નોટિસ આપી હતી અને જણાવ્યું હતું કે બધી પિટિશનની સુનાવણી એકસાથે કરવામાં આવશે.

262173-550349-uddhav.jpg

Right Click Disabled!