મીડિયા માટે કોરોના મહામારીથી કેમ કરી બચી શકાય તેમાટે શિબિર

Spread the love
અરવલ્લી : વિશ્વ અત્યારે અણધારી સમસ્યા નો સામનો રહ્યું છે. સમય કઠિન છે અને પડકાર રૂપ છે. આ સંજોગોમાં મીડિયા સતત અને નિષ્ઠાપૂર્વક સેવા આપી રહ્યું છે, જે માટે રાષ્ટ્ર અને સમાજ હંમેશા આપના આભારી રહેશે. મીડિયા પ્રત્યે ધન્યવાદ અને આભારની લાગણી કરવા આર્ટ ઓફ લિવિંગ સંસ્થાન દ્વારા આપના માટે યોગ, પ્રાણાયામ, સુદર્શન ક્રિયા અને ધ્યાન ને સમાવિષ્ટ કરતી વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેના નિયમિત અભ્યાસ દ્વારા રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને સકારાત્મકતા અને ઉર્જાનો અનુભવ થાય છે.
શિબિરમાં આવરી લેવામાં આવેલ મહત્વના આયામ:
યોગાસન: હળવો વ્યાયામ, સ્ટ્રેચ, સૂર્ય નમસ્કાર અને અન્ય ઉપયોગી આસનો 
જેના નિયમિત અભ્યાસથી શરીર સુદ્રઢ અને સ્વસ્થ બને છે. શરીરના સંચાલન તંત્રો વધુ કાર્યક્ષમ બને છે તથા શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
પ્રાણાયામ: નાડીશોધન, ઉજ્જાયી અને ભસ્ત્રિકા પ્રાણાયામ 
વિશિષ્ટ પોશ્ચર સાથે, લયબદ્ધ રીતે, સંપૂર્ણ યોગિક ક્રિયા દ્વારા કરાતાં આ પ્રાણાયામ શરીરને અતીવ ઉર્જા થી ભરી દે છે. પ્રાણ ઉર્જાને યોગ્ય દિશા મળે છે. ઊંડા વિશ્રામનો અનુભવ થાય છે. નિદ્રાની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થાય છે.
સુદર્શન ક્રિયા: ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી એ આ વિશિષ્ટ લયબદ્ધ શ્વસન પ્રક્રિયાનું સંશોધન કરેલ છે. સુદર્શન ક્રિયાના અભ્યાસથી 
  • મન શાંત અને પ્રસન્ન બને છે.
  • નિરર્થક અને નકારાત્મક વિચારો આવતા બંધ થાય છે.
  • સકારાત્મક અભિગમ કેળવાતો જાય છે.
  • ભાવનાઓ સંતુલિત થાય છે. ભય, ગુસ્સો, તિરસ્કાર, દુઃખ, પીડા જેવી નકારાત્મક ભાવનાઓ ઉપર નિયંત્રણ મેળવી શકાય છે.
  • સૃજનાત્મક્તા માં વૃદ્ધિ થાય છે.
  • મનમાં સ્પષ્ટતા, બુદ્ધિમાં તીક્ષ્ણતા અને હૃદયમાં પવિત્રતા નો વધુ ને વધુ આવિર્ભાવ થાય છે.
  • નિરંતર ઉર્જાનો અનુભવ થાય છે.
  • આધ્યાત્મિક પ્રગતિ થાય છે, અંતર્યાત્રાનો પ્રારંભ થાય છે.
ધ્યાન: મનને વિશ્રાંત કરનાર શાસ્ત્રીય પદ્ધતિ 
રિસર્ચ કહે છે કે 20 મિનિટનું  ઊંડું ધ્યાન 8 કલાકની ઊંઘ જેટલો વિશ્રામ આપે છે. મન નિષ્પન્દ, વિશ્રાંત, હળવું અને સંતુલિત બને છે. પ્રગાઢ આરામનો અનુભવ થાય છે.
દૈનિક જીવનમાં ઉપયોગી જ્ઞાન: આર્ટ ઓફ લિવિંગ ની 5 ચાવીઓ, જે જીવન તરફી સકારાત્મક દ્રષ્ટિકોણ કેળવે છે અને પ્રતિનિત્ય જીવનની ગતિવિધિઓમાં, વ્યવહારમાં ઉપયોગી થાય છે.
આ બધા અભ્યાસ ને નિયમિત જીવનમાં, ન્યૂનતમ સમય ફાળવીને કઈ રીતે વણી લેવા તે અંગેનું માર્ગદર્શન પણ શિબિરમાં આપવામાં આવે છે.
અનુસૂચિ:
 
14-17 જુલાઈ 
7:30-9:30 am 
2:30-4:30 pm 
(કોઈ પણ એક બેચ આપ આપની અનુકૂળતા પ્રમાણે પસંદ કરી શકો છો.)
આપનું રજીસ્ટ્રેશન આ લિંક પર કરવા વિનંતી છે: tiny.cc/MediaHP
 
આપ ને આ શિબિરમાં ભાગ લેવા હૃદયપૂર્વકનું આમંત્રણ છે. 
સુદર્શન ક્રિયા પર રિસર્ચની માહિતી આપ અહીં મેળવી શકો છો.
સુદર્શન ક્રિયા શા માટે? ; ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી
Right Click Disabled!