મીની તરણેતર સમાન મોટાયક્ષનો મેળો રદ્દ થતા પરંપરા તુટી

મીની તરણેતર સમાન મોટાયક્ષનો મેળો રદ્દ થતા પરંપરા તુટી
Spread the love

આણંદ નખત્રાણા-ભુજ હાઇવે પર આવેલ કકડભીટ મોટાયક્ષ જખ્ખ બૌતેર દેવનું મંદિર આવેલું છે. જે ભુજાથી ૩૫ કી.મી.તેમજ નખત્રાણાથી-૧૩ કિ.મી.ના અંતરે આવેલું છે. અહીં કચ્છનો મોટામાં મોટો મેળો ભરાય છે. સુરેશભાઈ મહેતા જયારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે આ મોટાયક્ષના મેળાને મીની તરણેતરનું નામ આપ્યું હતું. આ મેળો રાજાશાહી વખતાથી આશરે ૧૨૦૦ વર્ષાથી આમેળો ભરાતો આવ્યો છે.હાલ કોરોના વાયરસના કારણે આ મેળાની જૂની પરંપરા તુટી છે.આ મેળો ભરાયો હોત તો આવતીકાલાથી તા.૬/૯ થી ૯/૯/૨૦ બુાધ એમ ચાર દિવસ ચાલત. જો કે, હાલ સરકારના નિયમાનુસાર મેળો મુલતવી રાખવામાં આવ્યોછે.

જે બારસો વર્ષાથી ભરાતો આવતો મેળો ૨આ વર્ષે ન ભરાવાથી બારસો વર્ષની જૂની પરંપરા તૂટશે.હાલ મેળો મુલતવી રહેવાથી મોટાયક્ષ ગામની આજુબાજુ રહેતા જે વ્યવસાય માટે બહાર વસતા લોકો મેળાની રાહ જોતા હોય છે. આમ મેળો મુલતવી રહેવાથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છેા મેળો સતર એકરના પટાંગણમાં ભરાતો હોય છે. સાતસોથી આઠસો વિવિાધ સ્ટોલો ઉભા કરવામાં આવે છે.આ મેળામાં નવીનતાઓ જોવા મળતી હોય છે.આ મેળામાં સહેલાણીઓ મોજ માણતી હોય છે.આ મેળામાં છાથી સાત લાખની મેદની ઉમટે છે. આ મેળો મુલતવી રહેવાથી મેળો માણતા લોકોના અરમાન આૃધૂરા રહી જવા પામ્યા છે. મેળો નહિં ભરાય પણ પહેડી, પ્રસાદ સહિતના ધાર્મિક વિધિ વિધાન કરાશ યક્ષદાદાનો મેળો નહિ ભરાય પણ તેમની પહેડી, પ્રસાદનું આયોજન સરકારના નિયમ પ્રમાણે કરવામાં આવશે.

તા.૬/૯ ને રવિવારના સવારના સાંયરા(યક્ષ) નજીક આવેલ લાખાડી ડુંગર પર બિરાજમાન ભીખુષિ મંદિરે ધ્વજા રોપણ બાદ દાદાના મંદિરે નિશાન ચડાવવામાં આવશે.અને દાદાને આભૂષણો અને વાઘા પહેરાવવામાં આવશે.તેમજ તા.૭/૯/૨૦ને સોમવારના સવારના પહેડી પ્રસાદ તેમજ આરતી કરવામાં આવશે.જેમાં સોશિયલ ડિસ્ટિંગ જાળવવાનું રહેશે. એવું મોટાયક્ષ, સાંયરા(યક્ષ) મેળા સમિતિ, મોટાયક્ષ યુવા સંગઠન તેમજ ભોવા પરિવારે જણાવ્યું હતું. સરકારના નિયમો આવા ધામક કાર્યક્રમોને લાગુ પડતા હોય છે. જયારે રાજકીય પક્ષો દ્વારા મોટી રેલી (સરઘસ) કે સભાઓના આયોજન વખત આવા નિયમોનું પાલન કરવામાં નાથી આવતું. રાજકીય કાર્યક્રમ વખતે કોરોના નાથી આવતો જયારે ધામક કાર્યક્રમ વખતે કોરોના આવે છે.આમ આવા નિયમોથી અનેક ધામક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.

આ મેળો ચાર દિવસનો હોય છે. રાજાશાહી વખતાથી આ મેળો ભરાતો આવ્યો છે.વર્ષો પહેલા લોકો પાસે વાહન વ્યવહારમા ખેતીને ઉપયોગી એવા ગાડા હતા. જે આ મેળા વખતે આજુબાજુના ગામોમાંથી મેળો માણવા પોતાના ગામાથી સવારના વહેલા ગાડા દ્વારા નીકળતા અને મેળાના પટાંગણમાં ગાડાઓને ઉંચા કરીને તંબુ બનાવવામાં આવતા અને એની અંદર સાથે જમવાનું લઈ આવતા એ રાખતા અને દાદાને થાળ ચડાવતા વારાફરતી મેળો માણતા બપોરનું જમણ તંબુમાં કરતા અને છેક સાંજના પોતાના ગામડે જવા નીકળતા.

પહેલા નાસ્તાઓ પણ મેળો હોય ત્યારે ખાવા મળતા જેાથી કરીને મેળામાં નાસ્તાઓની લારીયો તેમજ ફરસાણની દુકાનોની લાઈનો લાગતી.અને નાસ્તાઓની મોજ માણતા.અને આ મેળામાં ભુજ, નલિયા ,માંડવી તેમજ અંજારમાંથી કંસારાઓ આવતા જે મેળાથી ચારાથી પાંચ દિવસ પહેલા આવતા અને મેળો પત્યા પછી આઠાથી દસ દિવસ રોકાતા આજુબાજુના ગામડાઓમાંથી મહિલા ઓ વાસણની ખરીદી કરવા આવતી. આ મેળાને માણવા લોકો આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં આવતા હોય છે.

content_image_7850b5a1-ca74-43ed-ae0d-68a23d791641.gif

Right Click Disabled!