મુગ્ધા ચાપેકર જે ઝી ટીવીના કુમકુમ ભાગ્યમાં પ્રાચીનું પાત્ર કરી રહી છે તે જણાવે છે….

Spread the love

મુગ્ધા ચાપેકર જે ઝી ટીવીના કુમકુમ ભાગ્યમાં પ્રાચીનું પાત્ર કરી રહી છે તે જણાવે છે, “આપણે હાલમાં જે અલગ જ પરિસ્થિતિમાં છીએ તેના લીધે આ વર્ષે રક્ષાબંધન માટે હજી કોઈ આયોજન કર્યું નથી. જો મને શૂટિંગમાંથી રજા મળશે, કદાચ હું ઘરે રાખી માટે જઈશ કે પછી હું વર્ચ્યુઅલ ઉજવણી જ કરીશ. પરંતુ હું રક્ષાબંધનનની ઉજવણી કરવાનું ક્યારેય ચુકતી નથી કારણકે, તે મારા માટે ખૂબ જ ખાસ છે. ઘણા લોકો નથી જાણતા પરંતુ મારો ભાઈ આદિત્ય એ મારાથી નાનો
ચે અને જ્યારે અમે નાના હતા, ત્યારે તે મને મારા માતા-પિતા લાવેલી ગિફ્ટ આપતો હતો, પરંતુ જ્યારે તેને તેનો પ્રથમ પગાર મળ્યો તેને મને તે બધા જ પૈસા આપીને એવું કહ્યું કે, આ તારા માટે મારી ભેટ છે. હું અવાક બની ગઈ હતી અને મને મારા નાના ભાઈ પર ખૂબ જ ગર્વ છે! તેને હંમેશા મને ગર્વ અપાવ્યો છે.

ખરેખર તો, એ અમને મારો પિતરાઈ ભાઈ ઓમકાર તેની દરેક પ્રાપ્તિઓની સાથે મને ગર્વ અપાવે છે! હું મારી જાતને ગર્વિત સમજું છું કે, મારા જીવનમાં તેઓ આવ્યા છે અને તેઓ ખરેખર મારી શક્તિના સ્તંભ છે. દરેક ભાઈ-બહેનને રક્ષાબંધનની શુભેચ્છા.” કરણ જોટવાણી, જે ઝી ટીવીના કુરબાન હુઆમાં નીલનું પાત્ર ભજવી રહ્યો છે, તે કહે છે, “મારે કોઈ ભાઈ-બહેન નથી, પરું હું મારી પિતરાઈ બહેનની ખૂબ જ નજીક છું અને અમે જે સંબંધ ધરાવીએ છીએ તેના લીધે, રક્ષાબંધનનો તહેવાર મારા જીવનમાં પ્રાથમિક રીતે નોંધપાત્રતા ધરાવે છે. આ તહેવાર પર બાળપણમાં અમે અત્યંત મસ્તીભરી ક્ષણો માણતા હતા, પરંતુ આ વર્ષે એક ભાવનાત્મક ઉજવણી છે.

ખરેખર તો, અમે લગભગ 4 દિવસ પહેલા જ રક્ષાબંધનની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું, કારણકે હું 3 વર્ષ પહેલા એ તેની કારકીર્દી માટે ચેન્નઈ ગઈ છે. તેને મોકલવીએ મારા માટે ખરેખર મુશ્કેલ નિર્ણય હતો, પરંતુ પછી અમને એ અનુભવ થયો કે તેના માટે એ શ્રેષ્ઠ નિર્ણય હતો કે, કોઈપણ અંતર અમને ખરેખર એકબીજાથી દૂર રાખી શકશે જ નહીં.” રુહી ચતુર્વેદી, જે ઝી ટીવીના કુંડલી ભાગ્યમાં શર્લિનનું પાત્ર કરતી જોવા મળી રહી છે, તે કહે છે, “આ વર્ષ દર વર્ષ કરતા
અલગ છે કારણકે હું બહાર શૂટિંગ કરતી હોવાથી હું ઘરે નથી જઈ શકતી અને મારા પિતાને જોખમમાં નથી મુકી શકતી. હું મરા ભાઈને મારા બિલ્ડિંગમાં નીચે મળીશ, કારણકે મારી સોસાયટીમાં પણ બહારના મુલાકાતીઓને આવવાની મંજૂરી નથી.

તો, અમે અમારી સોસાયટીની બહાર જ રક્ષાબંધનની ઉજવણી કરીશું, તેથી આ કંઈક અલગ છે, પણ તે હંમેશાની જેમ ખાસ છે. રાખીએ હંમેશા મારા માટે ખાસ છે, મને યાદ છે, એક વખત હું ઉદયપુર શૂટિંગમાં હતી અને કોઈપણ જાણ વગર મારો ભાઈ ત્યાં આવ્યો અને રક્ષાબંધન પર અમે સાથે રહી શકીએ એ માટે તેને મને સરપ્રાઈઝ આપ્યું હતું. હું તેને ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે, ભલે ગમે તેટલી હું તારી સાથે લડી હોઉં. પરંતુ સમગ્ર વિશ્વમાં તું મારો ચહિતો વ્યક્તિ જ રહેવાનો છો. રક્ષાબંધનની શુભેચ્છા.” માનિત જૌરા, જે ઝી ટીવીના કુંડલી ભાગ્યમાં રિષભનું પાત્ર કરી રહ્યો છે, તે જણાવે છે, “આ વર્ષે રક્ષાબંધન પર દિલ્હીમાં મારી બહેનને મળી શકું એ મારા માટે શક્ય નથી, કારણકે હું ઘરથી બહાર શૂટિંગ કરું છું અને મારે કોઈને જોખમમાં નથી મુકવા.

આ ઉપરાંત, દિલ્હીમાં હું મારી જાતને ક્વોરન્ટાઈન કરું ત્યારબાદ મુંબઈમાં પણ આવીને એ જ પરિસ્થિતિનો સામનો કરું એટલો મારી પાસે સમય નથી. તો, આ વર્ષે અલગ જ પરિસ્થિતિને લીધે, મારી તથા મારી બહેન માટે આ એક વર્ચ્યુલ ઉજવણી છે. પરંતું એવું કહેવા છે કે, હું મારી બહેનને ઓળખું છું, તેને કંઈક એવું આયોજન કર્યું હશે, તે જાણે છે કે, મને શું ગમે છે અને કઈ રીતે મને સરપ્રાઈઝ આપવી, તો હું તેના માટે અત્યંત ઉત્સાહિત છું. આ ઉપરાંત હું પણ તેને એક ખાસ ભેટની સાથે આશ્ચર્યમાં નાખવાનો છું. ખરેખર તો, મને યાદ છે, 2007માં તેના લગ્ન પછીની તેની પહેલી રક્ષાબંધન હતી, તે દિલ્હીમાં હતી અને હું થોડા સમય પહેલા જ મુંબઈ આવ્યો હતો. તેને લાગ્યું કે, હું રક્ષાબંધન માટે સમય નહીં કાઢી શકું અને ખરેખર હું ખૂબ જ વ્યસ્ત હતો.

પરંતુ રક્ષાબંધનના બે દિવસ પહેલા જેવી મને તેની રાખડી મળી, મેં મારી બેગ પેક કરી અને ટીકીટ બુક કરીને તેને સરપ્રાઈઝ આપવા માટે હું ઊડીને પહોંચી ગયો અને મને જોઈને તે રડી પડી. આ વર્ષે હું દિલ્હી નથી જઈ શકતો, ત્યારે હું તેના માટે કંઈક ખાસ કરીશ અને હું ફક્ત તેને એટલું જ કહેવા ઇચ્છું છું કે, ભલે કંઈપણ થાય, હું હંમેશા તેની સાથે છું. રક્ષાબંધનની શુભેચ્છા.”  ઇશા સિંઘ જે, ઝી ટીવીની ઇશ્ક સુભાન અલ્લાહમાં ઝારાનું પાત્ર કરી રહી છે તે કહે છે, “મૂળભૂત રીતે તો, હું મારા ભાઈની સાથે ભોપાલમાં જ ઘરે ઉજવણી કરવાનું વિચારતી હતી, પરંતુ, ઇશ્ક સુભાન અલ્લાહમાં મારા પાછા ફરતાની સાથે જ, મારે અચાનક જ મુંબઈ આવવું પડ્યું.

તો, આ સમય છે, વર્ચ્યુઅલ રક્ષાબંધનનો, જ્યા મારે મારા ભાઈના હાથે વીડિયો કોલ કરીને રાખડી બાંધવાની છે, ત્યાં મારા પિતા તેના હાથ પર રાખડી બાંધશે. હું એટલું જરૂરથી કહીશ કે, તે કોઈપણ રીતે મને પ્રેરિત કરતો રહે છે અને તે હંમેશા મારો મૂડ સુધારે છે. આ લોકડાઉનમાં અમે ઘણો સમય સાથે વિતાવ્યો, સાથે પેઇન્ટિંગ કરી અને તે મારાથી 6 વર્ષ નાનો છે, તેમ છતા પણ તેની ઉંમરના પ્રમાણમાં તે ઘણો સમજદાર છે. તે મારા ઉદ્યોગને સમજે છે, તે મને સહકાર આપે છે અને મારા કામને પ્રોત્સાહિત કરે છે. ક્યારેક જ્યારે મારો ખૂબ જ થકાવાટભર્યો દિવસ હોય ત્યારે તે મને સુંદર ફૂટ મસાજ આપે છે. હું એટલું જરૂરથી કહીશ કે, અમે એકબીજાને ખૂબ જ ચાહીએ છીએ, સાથોસાથ અમે એકબીજાની સાથે ખૂબ જ લડીએ છીએ અને તે મારા જીવનની ખૂબ જ ખાસ વ્યક્તિ છે.”

સંજય ગગનાની, જે ઝી ટીવીના કુંડલી ભાગ્યમાં પૃથ્વીનું પાત્ર કરી રહ્યો છે, તે જણાવે છે, “દર વર્ષે રાખડીએ મારા માટે એક ખાસ પ્રસંગ છે, કારણકે અમે આ ધાર્મિક વિધી માટે સવારમાં તૈયાર થઈ જાય છે, બેકગ્રાઉન્ડમાં રાખડીનું ગીત વગાડતા હતા અને મારા હાથ પર રાખડી બાંધીએ છીએ. મારે કોઈ બહેન નથી, પરંતુ મારી પ્રેમાળ બહેન અને મારી કાકીએ મને ક્યારેય એવું લાગવા દીધું નથી. દર વર્ષે હું કોઈપણ મુશ્કેલીથી તેમનું રક્ષણ આપવાનું વચન આપું છું અને અમે
દરવર્ષે આટલા પ્રેમથી જ ઉજવણી કરીએ છીએ. આ વર્ષે કદાચ અલગ જ પ્રકારની ઉજવણી કરવાની હશે, પરંતુ મને ખાતરી છે કે, અમે હંમેશા આ તહેવારની ઉજવણી કરીએ છીએ.

આ ખાસ દિવસ પહેલા, હું ખરેખર મારા દરેક ભાઈ-બહેનને કહેવા ઇચ્છું છું કે, ફક્ત રક્ષાબંધન પર જ નહીં, પરંતુ સમગ્ર જીવનભર માટે હું તમારી સાથે છું, તમારો એક ભાઈ છે, જે હંમેશા તમને ખુશ રાખશે અને તમારા જીવનના દરેક ઉતાર-ચડાવ માટે તે હંમેશા તમારી સાથે છે. આ વર્ષે, હું હંમેશા મારા શૂટિંગમાંથી એક દિવસની રજા લઈ લઉં છું અને હું હંમેશા એ જોઈશ કે, મારા પરિવારની સાથે ઉજવણી કરીશ કારણકે, તેનાથી હું ખરેખર ખુશ છું કે, હું એક દિવસ તેમની સાથે ઉજવણી કરીશ.” પ્રતિભા રંતા, જે ઝી ટીવીના કુરબાન હુઆમાં ચાહતનું પાત્ર કરી રહી છે, “મારો ભાઈ અને હું પ્રેમ-નફરતના સંબંધો ધરાવીએ છીએ, અમે એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ પરંતુ, એકબીજાની સાથે ખૂબ જ લડીએ છીએ.

જો કે, તે મારા માટે ખરેખર ખૂબ જ ખાસ છે અને તેની સાથે હું એક બાળક જેવી છું. હાલમાં, તે શિમલામાં છે અને આ વખતે પ્રથમ વખત છે કે, હું તેનાથી દુર રાખીની ઉજવણી કરીશ તેથી હું તેને ખૂબ જ યાદ કરું છું. દરરોજ તે મને ફોન કરે છે અને તે મારાથી 10 વર્ષ નાનો છે તેમ છતા તે મને ખૂબ જ યાદ કરે છે, પરંતુ એ એવી રીતે કહે છે કે, તે મને રક્ષણ આપશે અને તે મને ખરેખર ખાસ હોવાનો અનુભવ કરાવે છે. આ વખતે, મેં તેને એક કાગળની સાથે એક રાખડી મોકલી છે. પ્રમાણિક્તાથી કહું તો, રક્ષાબંધન મારા માટે એક ભાઈ માટે નથી, પરંતુ તે મારી મોટી બહેન માટે પણ છે. મારા જીવનમાં મારી બહેન એક મોટા ભાઈ જેવી બની રહી છે, તેને મને જીવનના દરેક પગલે માર્ગદર્શન આપ્યું છે અને તેથી તેના માટે પણ એક પત્ર અને એક ભેટ તેના માટે મોકલી છે.”

Right Click Disabled!