મુડેટીથી ઇડર હાઇવેને જોડતા ડીપ ઉપર વરસાદી પાણી ફરી વળતા વાહનવ્યવહાર ખોરવાયો

મુડેટીથી ઇડર હાઇવેને જોડતા ડીપ ઉપર વરસાદી પાણી ફરી વળતા વાહનવ્યવહાર ખોરવાયો
Spread the love

ઇડર તાલુકાના મુડેટી ગામે શનિવારે રાત્રે પડેલા ભારે વરસાદે મુડેટી ગામથી ઇડર હાઇવે ને મળતા ડીપ ઉપર પાણી ફરી વળતા ગામનો વાહનવ્યવહાર તેમજ જનજીવન ખોરવાયુ આ રોડ પર અસંખ્ય વાહનચાલકો પસાર થાય છે તેમજ મુડેટી ગામે રાજ્ય સરકારનો અેસ.આર.પી.કેમ્પ આવેલો હોઇ કોઈ બંદોબસ્તમા ઇમરજન્સી જવાનુ થયુ તો કઇ રસ્તે થઇ ને જવુ અે પણ મોટો પ્રશ્ન છે તેમજ ગામના કોઈ વ્યક્તિ બિમાર થાયતો ઇડર દવાખાને જવુ હોય તો ક્યા થઇને જવુ વહીવટી તંત્ર સત્વરે મુડેટી ગામની પ્રજાને પડતી હાલાકી દુર ક્યારે કરશે તે જોવુ રહ્યું દર સાલ આ ડીપ પર વરસાદી પાણી ફરી વળેછે બે કાઠે નદીનુ પાણી વહતા સંપુર્ણ વાહનવ્યવહાર ઠંપ થઇ જાય છે ત્યારે સરકાર સત્વરે મીની પુલ બનાવે તેવી ગ્રામજનોની માગ ઉઠી છે આ બાબતે ડે સરપંચ સરપંચ દિનેશભાઇ દેસાઇઅે જણાવ્યું કે પ્રજા ને પડતી હાલાકીનો અમે જલ્દીથી નિરાકરણ લાવી દિવાળી આસપાસ પુલનુ કામકાજ ચાલુ કરવાની ખાત્રી આપી હતી.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

IMG_20200830_131349-1.jpg IMG_20200830_132026-0.jpg

Right Click Disabled!