મેવાસા ખનીજ ચોરીની તપાસ દ્વારકા પોલીસને નહીં પણ, જામનગર સીટી ડીવાયએસપી સોંપાઇ

મેવાસા ખનીજ ચોરીની તપાસ દ્વારકા પોલીસને નહીં પણ, જામનગર સીટી ડીવાયએસપી સોંપાઇ
Spread the love
  • જામનગર તપાસ સોંપતાની સાથે જ ખેતર માલિકની ધરપકડ કરાઇ

કલ્યાણપુર પંથકમાં છેલ્લા મહિનાથી આર.આર.સેલ અને ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર ખનીજચોરી પર અવિરત દરોડા પાડવામાં આવી રહ્યાં છે. તાજેતરમાં જ કલ્યાણપુરના મેવાસામાંથી અઢી કરોડની ખનીજ ચોરી ઝડપી પાડી હતી. જે સમગ્ર પ્રકરણમાં તટસ્થ તપાસ કરવા રાજકોટ રેન્જ આઇજી દ્વારા જામનગર સીટી ડીવાયએસપી તપાસ સોંપવામાં આવી છે. જામનગર સીટી ડીવાયએસપી દ્વારા ખેતર માલિકની ધરપકડ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

મેવાસા ખનીજ ચોરીની જામનગર સીટી ડીવાયએસપી જાડેજાને તપાસ સોંપી
કલ્યાણપુર પંથકમાં તાજેતરમાં જ મેવાસાના ભોપામઢી વિસ્તારમાં ડાડુભાઇ પીઠાભાઇ કંડોરીયાની માલિકીની જમીનમાંથી ગેરકાયદેસર થતી રૂ. 2.5 કરોડની ખનીજચોરી આર.આર.સેલે ઝડપી પાડી હતી. જે સમગ્ર ખનીજ ચોરીનો ઘટસ્ફોટ થતાં કલ્યાણપુર પીએસઆઇની તાકિદ અસરથી બદલી કરવામાં આવી હતી.

ખનીજ ચોરી મામલે રાજકોટ રેન્જ આઇજીને દ્વારકા જિલ્લા પોલીસ પર હવે સહેજ પણ વિશ્વાસ રહ્યો ન હોવાથી સમગ્ર પ્રકરણમાં નિષ્પક્ષ તપાસ કરવા મેવાસા ખનીજ ચોરીની જામનગર સીટી ડીવાયએસપી જાડેજાને તપાસ સોંપી છે. જામનગર સીટી ડીવાયએસપી દ્વારા જ્યાંથી ખનીજચોરી થતી હતી તે ખેતર માલિકની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે કોના દ્વારા ખનીજચોરી અને કોની કોની ભૂમિકા છે તે મામલે વધુ તપાસ આરંભી છે.

ખેત તલાવડીમાં ખનીજ નીકળ્યાની ખનીજ વિભાગને જાણ
મેવાસાના ભોપામઢી વિસ્તારમાં જે જમીનમાંથી ખનીજ ચોરી ઝડપાઈ છે. તેને ખેત તલાવડી બનાવવા માટે મંજૂરી મળી હતી. પરંતુ જે તે સમયે ખેતતલાવડી માંથી ખનીજ નિકળ્યું હોવાનો ખાણ ખનીજને અહેવાલ પણ રજૂ કર્યો હતો. છતાં પણ ખાણ ખનીજ વિભાગે કેમ જે તે સમયે કામ બંધ કરાવાયું નહી તે પણ એક સવાલ ઉઠ્યો છે.

બનાવાના છ દિવસ છતા હજુ માત્ર ખેતરમાલીકની જ ધરપકડ
કલ્યાણપુરના મેવાસા ભોપામઢી વિસ્તારમાં છ દિવસ પૂર્વે ખનીજ ચોરી આર.આર.સેલે કુલ અઢી કરોડની ખનીજચોરી ઝડપી પાડી હતી. જે બનાવના આજે છ દિવસ વિતવા છતાં હજુ સુધી માત્ર ખેતરમાલીકની જ ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર પ્રકરણમાં પોલીસની ઢીલી નીતિ સામે પણ શંકા ઉપજે છે.

– રોહિત આર. મેરાણી (જામનગર)

20200625_144942.png

Right Click Disabled!