મોટી કુંકાવાવમાં જળ હોનારતના આજે પાંચ વર્ષ પુરા થયા….

મોટી કુંકાવાવમાં જળ હોનારતના આજે પાંચ વર્ષ પુરા થયા….
Spread the love

અમરેલી જિલ્લાનું કુકાવાવ વડિયા અને બગસરા અને અમરેલી જિલ્લો ના જળપ્રલય અસરગ્રસ્ત તમામ ગામ ના નાના મોટા તમામ વેપારી ને સહાય આપવામાં આવી હતી. તા.24, 06,2014 ને બુધવારની સવાર કુકાવાવ/વડિયા, બગસરા, અમરેલી તાલુકાના નાના, મોટા ગામમાં વિનાશ લઈને આવેલ. સવારે પાંચ વાગે શરુ થયેલ ભારે વરસાદથી કુકાવાવ મેઈન બજારની દુકાનો , ઘનશ્યામ નગર ના દરેકે દરેક ઘર માં આઠ઼ થી દશ ફુટ પાણી ભરાઇ ગયા હતા ૨૦૦થી વધુ કાચા મકાન પડી ગયા હતા લોકો ની ઘરવખરી પાણી માં તણાઇ ગઈ હતી અનેક ઢોરઢાંખર તણાઈને મોતને શરણ થયા હતા. જુના વાઘણીયા ના અેક જ કુટુંબના પ કુટુંબીજનો મૃત્યુ પામ્યા હતા કુકાવાવ ઉપરાંત નવા, જુના વાઘણીયા, ખારી ખીજડીયા હડાળા બગસરા ગાવડકા સરંભડા વાંકીયા વગેરે અનેક ગામમાં વિનાશ વેયોॅ હતો. અનેકવિધ સેવાભાવી સંસ્થાઓ એ લોકો ને જીવન જરૂરી સામગ્રી રુબરુ હાથોહાથ પહોચાડી મદદ રુપ બન્યા હતા.

કુકાવાવ ચેમ્બર ઓફ કોમર્સ ના હોદેદારો કાદવ કીચડમાં ગારો ખુંદી ને અમરેલી કલેકટર કચેરીમાં જાણ કરીને મદદ મંગાવી કુંકાવાવની બજારોમાં દુકાનોમાંથી પલળેલ અનાજ તેમજ ગામની દરેક શેરીઓમાં થી કાદવ કીચડ સાફ કરાવેલ આ કામગીરી કુકાવાવ ની તમામ સેવાભાવી સંસ્થાઓ તેમજ સેવાભાવી માણસો તેમજ જી ઈ બી ગ્રામ/ તાલુકા/જિલલા પંચાયત મામલતદાર કચેરી કલેકટર કચેરી રાત દિવસ જોયા વગર કામગીરી કરતાં સાતમે દિવસે પરિસ્થિતિ થાળે પડી હતી. ત્યારબાદ કુકાવાવ/બગસરા/વડિયા ચેમ્બર ઓફ કોમર્સ ના હોદેદારો દ્વારા ગાંધીનગર સી. એમ. આનંદીબેન પટેલ ને રુબરુ મળીને જળ હોનારત માં અસરગ્રસ્ત લોકો ને મદદ રુપ થવા તેમજ વેપારીઓ ની દુકાનો માં દશદશ ફુટ પાણી આવી જતા દુકાનો, વખારોમાં રહેલો કરોડોની કિમતનો માલ પલળી જતા ઉકરડે નાખી દેવો પડયો તે વેપારીઓ મદદરુપ થવા વિનંતી કરેલ.

જેના પરિણામે જેમના મકાનોને થયેલી નુકશાની માટે તેમજ ઘરવખરી માટે રોકડ સહાય તેમજ કેશ ડોલસ તાલુકા પંચાયત માંથી આપવામાં આવી હતી. તેમજ વેપારીઓ ને જિલ્લા ઉધોગ કેન્દ્ર અમરેલી તરફથી વેપારીઓ ને થયેલી નુકશાની નો સવેॅ કરી નાના, મોટા દરેક વેપારીઓ ને ૧૦ હજાર થી લઈને ૩૫૦૦૦ સુધી ની રોકડ સહાય સરકાર તરફથી કરવામાં આવી હતી. તા. ૨૪,૬,૨૦૧૫ ને બુધવારે આવેલ જળ હોનારત ને આજે પાંચ વરસ થઈ ગયા છતાં આજે પણ તે યાદ આવતા તે નજર સમક્ષ હાજર થઈ જાય છે. મોટી કુંકાવાવ માં 24/6/2015 ના રોજ થયેલા જળ હોનારત ના આજે પાંચ વર્ષ પુરા થયા..એ દીવસ હજુ સુધી કોઈ ભુલ્યા નથી..

રીપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)

IMG-20200625-WA0003.jpg

Right Click Disabled!