મોડાસાના ખલીકપુરમાં કૂવામાં એક યુવક ડૂબી જતાં મોત

મોડાસાના ખલીકપુરમાં કૂવામાં એક યુવક ડૂબી જતાં મોત
Spread the love

– નગરપાલિકાના ફાયર ફાઈટરની ટીમે લાશ બહાર કાઢી

અરવલ્લી : મોડાસાના ખલીકપુરમાં રવિવારના રોજ એક યુવક કૂવામાં પડી જતાં તેનું મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે મોડાસા નગરપાલિકાનું ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી પહોંચ્યું હતું અને યુવકની લાશને કૂવામાંથી બહાર કાઢી હતી. ઘટનાની જાણ મોડાસા ટાઉન પોલીસને થતાં ઘટના સ્થળે દોડી પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોડાસા તાલુકાના ખલીકપુર ગામે સુરેશભાઈ શનાભાઈ પટેલના ખેતરમાં આવેલ કૂવાની કિનારી ઉપર રવિવારના રોજ દશરથભાઈ કાંતિભાઈ પરમાર ઉ.વ.૩૫ મૂળ રહે. વાઘોડીયા, વડોદરા હાલ રહે. ખલીકપુર, મોડાસા) બેઠો હતો. જે આકસ્મિક રીતે કૂવામાં પડી ગયો હતો.

જે અંગેની જાણ ખેતર માલિકે પોલીસને તેમજ નગરપાલિકાના ફાયર ફાઈટરને કરી હતી. ઘટના અંગેની જાણ થતાં મોડાસા પાલિકાનું ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી પહોંચી કૂવામાંથી યુવકની લાશ બહાર કાઢી હતી. જ્યારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Right Click Disabled!