મોડાસા અને બાયડ નગરપાલિકાઓમાં વિકાસ કાર્યો માટે રૂ. બે કરોડ કરતાં વધુ રકમના ચેકનું વિતરણ

મોડાસા અને બાયડ નગરપાલિકાઓમાં વિકાસ કાર્યો માટે રૂ. બે કરોડ કરતાં વધુ રકમના ચેકનું વિતરણ
Spread the love

ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ અને રાજ્ય સરકાર દ્વારા અરવલ્લી જિલ્લાની મોડાસા અને બાયડ નગરપાલિકાઓના વિકાસકાર્યો માટે રૂ બે કરોડની ફાળવણીના ચેક સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના ચેરમેન શ્રી સરદારસિંહ બારૈયાના હસ્તે  પ્રમુખશ્રીઓ તથા ચીફ ઑફિસરશ્રીઓને અપર્ણ કરવામાં આવ્યા હતા.

વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, દેશના પ્રધાનમંત્રીશ્રી અને ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી રાજ્યના વિકાસની વણથંભી યાત્રાને આગળ વધારી શહેરોના સંતુલિત વિકાસ માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે. આજે ૪૫ ટકા કરતાં પણ વધુ વસ્તિ શહેરોમાં વસવાટ કરે છે ત્યારે જ્યાં માનવી ત્યાં સુવિધાના મંત્રને સાર્થક કરી રાજ્ય સરકાર તમામ પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા કૃતનિશ્ચયી છે.

વધુમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, પૈસાના અભાવે રાજ્યમાં વિકાસના કોઈ કામો અટકશે નહીં. શુદ્ધ પીવાનું પાણી, ભુગર્ભ ગટર, પાકા રસ્તાઓ, ફાટકમુક્ત શહેર અને તળાવોના બ્યુટીફિકેશન સાથે શહેરો રહેવા અને માણવા લાયક બને તે દિશામાં રાજ્ય સરકાર કામ કરી રહી છે. કોરોનાના કપરાકાળમાં પણ આ વિકાસયાત્રા અટકે નહીં તથા વોટર સરપ્લસ અને વૃક્ષ જતન દ્વારા શહેરો ક્લિન એન્ડ ગ્રીન બને તે દિશામાં તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓએ સતત કાર્યરત રહેવાનું છે.

સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અરવલ્લી જિલ્લાની મોડાસાની નગરપાલિકાને રૂ. ૩ કરોડ, જયારે બાયડ નગરપાલિકાને રૂ. એક કરોડ રકમની ફાળવણી કરવામાં આવી છે.જેમાં મહાનુભવોના હસ્તે મોડાસાને રૂ. ૧.૫૦ કરોડ જયારે બાયડને રૂ. ૫૦ લાખનો ચેક અપર્ણ કરવામાં આવ્યો હતો. ચેક અપર્ણ વેળાએ જિલ્લા સમાહર્તા શ્રી અમૃતેશ ઔરંગાબાદકર, ધારાસભ્ય શ્રી જશુભાઇ પટેલ, નગરપાલિકાના પ્રમુખશ્રીઓ તથા ચીફ ઑફિસરશ્રીઓને ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ : સલીમ પટેલ (મોડાસા)

IMG-20200807-WA0043-2.jpg IMG-20200807-WA0042-1.jpg 3-0.jpeg

Right Click Disabled!