મોબાઇલમાંથી બેંકની વિગતો લઇ મિત્રોએ જ 90 હજાર ઉપાડી લીધા

મોબાઇલમાંથી બેંકની વિગતો લઇ મિત્રોએ જ 90 હજાર ઉપાડી લીધા
Spread the love
  • જામનગરમાં બેડી બંદર પર નોકરી કરતા કર્મચારી ભોગ બન્યો

જામનગર શહેરના બેડી બંદર પર નોકરી કરતા એક મિત્રના બેન્ક એકાઉન્ટ માંથી અન્ય એક મિત્રએ રૂ.૯૦ હજારની રકમ સમયાંતરે ઉપાડી છેતરપિંડી આચરી હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. ફેસબુક એકાઉન્ટ ખોલવાના બહાને મોબાઈલ લઈ મિત્રએ બેંકની વિગતો મેળવી છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ બનાવ અંગે ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી માહિતી મુજબ, જામનગરમાં બેડી રોજી બંદર પર નોકરી કરતા મૂળ અમદાવાદના રણધીર સિંહ રામભા સોલંકીએ પોતાના જ મિત્ર રાજ પ્રજાપતિ સામે બેડી મરીન પોલીસ દફતરમાં આઇ આઇ પી સી કલમ ૪૦૬, ૪૨૦ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તા.20-06-2020ના રોજ આરોપી મિત્રએ મિત્રતાના દાવે વિશ્વાસમાં લઈ રણધીરસિંહનું ફેસબુક એકાઉન્ટ બનાવવા તેની પાસેથી મોબાઈલ લઈ, તેની બેંકની વિગતો પૂછી, બેંક એકાઉન્ટમાં રહેલ બચત રૂ,૯૧૧૫૬માંથી કટકે કટકે રૂ.૯૦ હજારની રકમ ઉપાડી લીધી હતી. આ રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી આરોપીએ છેતરપિંડી કરી હોવાની બેડી મરીન પોલીસ દફતરે ફરિયાદ નોંધી છે. આ ફરિયાદના આધારે પી.એસ.આઈ. એમ એલ આહીર સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

– રોહિત મેરાણી (જામનગર)

images-11.jpeg

Right Click Disabled!