મોરબીના માર્કટિંગ યાર્ડમાં કાલથી 2 એપ્રિલ સુધી હરાજી બંધ રહેશે

મોરબીના માર્કટિંગ યાર્ડમાં કાલથી 2 એપ્રિલ સુધી હરાજી બંધ રહેશે
Spread the love

મોરબી : હાલમાં કોરોનાની મહામારીને લઈને સરકાર સહિત તમામ કક્ષાએથી સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. ત્યારે કોરોના વાયરસને લઈને તકેદારીના ભાગરૂપે મોરબીના માર્કેટીંગ યાર્ડને આવતીકાલ રવિવારથી તા. 2 એપ્રિલ સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં માર્કેટીંગ યાર્ડમાં તમામ જણસોની હરાજી બંધ રહેશે. જો કે કાલે જનતા કર્ફયુની અપીલના સમર્થનમાં આખું માર્કેટીંગ યાર્ડ બંધ રહેશે.

જો કે સોમવારથી માર્કેટીંગ યાર્ડમાં આવશ્યક ચીજવસ્તુઓ શાકભાજીની રાબેતા મુજબ બજાર ચાલુ રહેશે. અને માર્કેટીંગ યાર્ડમાં કાલથી તા.2 એપ્રિલ સુધી તમામ જણસોની હરાજી બંધ રહેશે. જેમાં કાલે તો માર્કેટીંગ યાર્ડનો મેઈન ગેઇટ જ બંધ કરી દેવાશે.જેથી કોઈ અંદર પ્રવેશી ન શકે. કાલે જનતા કર્ફયુની અપીલનું ચુસ્ત પાલન કરીને માર્કેટીંગ યાર્ડમાં કોઈપણ દુકાન ખુલ્લી રહેશે નહીં, તેમ મોરબી માર્કેટીંગ યાર્ડના સેકેટરી જગદીશભાઈ ભીમાણી અને ચેરમેન મગનભાઈ વડાવીયાની યાદીમાં જણાવાયું છે.

રીપોર્ટ :- જનક રાજા, મોરબી

images-2.jpeg

Right Click Disabled!