મોરબીમાં ફેકટરીમાં દાઝી જનાર શ્રમિકનું સારવાર દરમ્યાન મોત

મોરબીમાં ફેકટરીમાં દાઝી જનાર શ્રમિકનું સારવાર દરમ્યાન મોત
Spread the love

મોરબી : મોરબીમાં ફેકટરીમાં દાઝી જનાર શ્રમિકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના વીરપરડા ગામની સીમમાં આવેલ ઇટાલવા વુડસ ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાં રહીને મજૂરી કામ કરતા દીપુકુમાર પ્રહલાદભાઈ કુશવાહા ઉ.વ.૨૪ નામના શ્રમિક યુવાન ગઇ તા.૧૭ ના રોજ આ કારખાનામાં કામ કરતી વેળાએ દાઝી જતા, તેને ક્રિષ્ના હોસ્પીટલ મોરબી ખાતે સારવારમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું તા.૨૦ ના રોજ મોત નીપજ્યું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રીપોર્ટ :- જનક રાજા, મોરબી

-પોલીસ-સ્ટેશનનો-ફાઇલ-ફોટો-.png

Right Click Disabled!