મોરબી જિલ્લાના 10 ડેમો સરેરાશ 40.31% ભરાયા

મોરબી જિલ્લાના 10 ડેમો સરેરાશ 40.31% ભરાયા
Spread the love
  • સૌથી વધુ બંગાવડી ડેમમાં 100% પાણી : સૌથી ઓછું ડેમી-3 ડેમમાં 6.77% પાણી
  • મીડ જૂન સુધીમાં મોરબી જિલ્લાના ડેમોમાં સરેરાશ 33.99% પાણીનો જથ્થો ઉપલબ્ધ હતો : જેની સાપેક્ષે હાલમાં 6.32% નવા નીરની આવક થઇ

મોરબી : હાલમાં ચોમાસાની ઋતુ જામી રહી છે. મોરબી જિલ્લાના મોરબી, વાંકાનેર, હળવદ, ટંકારા અને માળીયા (મી.) તાલુકામાં સતત 3 દિવસથી મેઘરાજા વરસી રહ્યા છે. જો કે ગઈકાલ તા. 7ના રોજ રાત્રિથી વરસાદે વિરામ લીધો છે. ત્યારે હાલમાં મોરબી જિલ્લાના 10 ડેમોમાં સરેરાશ 40.31% જલરાશિ ઉપલબ્ધ છે. મોરબી જિલ્લાના તમામ જળાશયોની આંકડાકીય પરિસ્થિતિ જોઈએ તો મચ્છુ-1 ડેમમાં કુલ 2435 MCFT પાણીના જથ્થાનો સમાવેશ થઇ શકે છે.  જેમાં હાલમાં 619.54 MCFT એટલે કે 25.44% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

મચ્છુ-2 ડેમમાં કુલ 3104 MCFT પાણીના જથ્થાનો સમાવેશ થઇ શકે છે. જેમાં હાલમાં 1202.77 MCFT એટલે કે 38.74% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. મચ્છુ-3 ડેમમાં કુલ 282 MCFT પાણીના જથ્થાનો સમાવેશ થઇ શકે છે. જેમાં હાલમાં 204.076 MCFT એટલે કે 72.36% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જયારે બંગાવડી ડેમમાં કુલ 130.08 MCFT પાણીના જથ્થાનો સમાવેશ થઇ શકે છે. જેમાં હાલમાં ડેમ ઓવરફ્લો થઇ જતા 130.08 MCFT એટલે કે 100% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

આ ઉપરાંત, ડેમી-1 ડેમમાં કુલ 783 MCFT પાણીના જથ્થાનો સમાવેશ થઇ શકે છે. જેમાં હાલમાં 281 MCFT એટલે કે 36% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ડેમી-2 ડેમમાં કુલ 753 MCFT પાણીના જથ્થાનો સમાવેશ થઇ શકે છે. જેમાં હાલમાં 233.82 MCFT એટલે કે 31.05% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જયારે ડેમી-3 ડેમમાં કુલ 339 MCFT પાણીના જથ્થાનો સમાવેશ થઇ શકે છે. જેમાં હાલમાં 22.95 MCFT એટલે કે 6.77% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. વધુમાં, ઘોડાધ્રોઇ ડેમમાં કુલ 243 MCFT પાણીના જથ્થાનો સમાવેશ થઇ શકે છે. જેમાં હાલમાં 62.22 MCFT એટલે કે 25.6% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

બ્રાહ્મણી-1 ડેમમાં કુલ 2060 MCFT પાણીના જથ્થાનો સમાવેશ થઇ શકે છે. જેમાં હાલમાં 757.05 MCFT એટલે કે 36.75% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જયારે બ્રાહ્મણી-2 ડેમમાં કુલ 699 MCFT પાણીના જથ્થાનો સમાવેશ થઇ શકે છે. જેમાં હાલમાં 212.466 MCFT એટલે કે 30.39% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લાના દસેય ડેમોની આંકડાકીય સ્થિતિ જોતા સૌથી વધુ બંગાવડી ડેમમાં 100% પાણી ઉપલબ્ધ છે. જયારે સૌથી ઓછું ડેમી-3 ડેમમાં 6.77% પાણી ઉપલબ્ધ છે. જો કે મીડ જૂન સુધીમાં મોરબી જિલ્લાના ડેમોમાં સરેરાશ 33.99% પાણીનો જથ્થો ઉપલબ્ધ હતો. જેની સાપેક્ષે હાલમાં 6.32% નવા નીરની આવક થઇ છે.

રીપોર્ટ : જનક રાજા, મોરબી

IMG-20200708-WA0005-2.jpg 18-38-18-MACHCHU-3-DAM-0.jpg 20-08-54-IMG-20200707-WA0082-768x422-1.jpg

Right Click Disabled!