મોરબી : રવાપર રોડ ઉપર વધુ એક કોરોના કેસ નોંધાયો, કુલ કેસ થયા 81

Spread the love
  • રવાપર રોડના વિદ્યુત પાર્કમાં 61 વર્ષના વૃદ્ધ થયા કોરોનાથી સંક્રમિત

મોરબી : મોરબી શહેરમાં કોરોનાનો કહેર નોન સ્ટોપ રહ્યો છે. આજે બપોરે 12 વાગ્યે સુધીમાં કોરનાના બે કેસ નોંધાયા બાદ વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જેમાં રવાપર રોડ પરના વિધુત પાર્કમાં રહેતા 61 વર્ષના વૃદ્ધ કરોનાથી સંક્રમિત થયા છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોનાના 81 કેસ થયા છે. મોરબીમાં આજે શુક્રવારે કોરોનના બે પોઝિટિવ કેસ નોંધાયા બાદ હવે વધુ એક કોરોનાનો કેસ સામે આવ્યો હતો. જેમાં મોરબીના રવાપર રોડ ઉપર આવેલ વિધુત પાર્ક સોસાયટીમાં રહેતા 61 વર્ષના વૃદ્ધ હિંમતભાઇ પ્રેમજીભાઈ પટેલનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.

હાલમાં દર્દી હિંમતભાઇને રાજકોટમાં આવેલ ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તેમજ તેઓની કોઈ ટ્રાવેલ કે કોરોના પોઝિટિવ દર્દી સાથેની કોન્ટેક્ટ હિસ્ટ્રી જાણવા મળેલ નથી. આ સાથે મોરબી જિલ્લાના કોરોનાના કુલ 81 કેસ થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી શહેરમાં હમણાંથી કોરોનાનું પ્રમાણ ઉતરોતર વધી રહ્યું છે. ખાસ કરીને કરોનાથી સંક્રમિતઓની સંખ્યા વધી રહી છે. ત્યારે કોરોના હવે મોરબી શહેરમાં ખતરનાક ઝોનમાં પહોંચી ગયો છે. તેથી, તંત્રને વધુ એલર્ટ થવાની સાથે મોરબીવાસીઓને કોરોનાથી બચવા માટે વધુ સાવચેત થવું જરૂરી છે.

10 જુલાઈ, શુક્રવારે નવા નોંધાયેલા કોરોના કેસની વિગત
1) મોરબી શહેર, દરબારગઢ વિસ્તાર, પારેખ શેરી : પ્રભાબેન બાવલાલભાઈ આડેસરા (ઉ.85)
2) મોરબી શહેર, વસંત પ્લોટ-1 : નિલાબેન પંડિત (ઉ.62)
3) મોરબી શહેર, રવાપર રોડ, વિદ્યુત પાર્ક, શેરી નં.4 : હિમંતભાઈ પ્રેમજીભાઈ પટેલ (ઉ. 61)

રીપોર્ટ : જનક રાજા (મોરબી)

Right Click Disabled!