મોરબી : રીક્ષામાં બેસાડીને યુવાન પર હુમલો કરી ત્રણ શખ્સોએ ચલાવી લૂંટ

મોરબી : રીક્ષામાં બેસાડીને યુવાન પર હુમલો કરી ત્રણ શખ્સોએ ચલાવી લૂંટ
Spread the love
  • યુવાન સહિત બે વ્યક્તિઓ પાસેથી લૂંટ ચલાવી હોવાની રીક્ષાચાલક સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાઇ

મોરબી : મોરબી નજીક રીક્ષામાં યુવાનને બેસાડીને થોડે દુર લઈ જઈ રીક્ષા ચાલક સહિત ત્રણ શખ્સોએ તેના ઉપર છરીથી હુમલો કરી લૂંટ ચાલવી તેમજ અન્ય વ્યક્તિ પાસેથી પણ લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. આ બનાવની ફરિયાદ નોંધાતા મોરબી તાલુકા પોલીસે ત્રણ શખ્સો સામે લૂંટનો ગુનો નોંધી ત્રણેયને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફરિયાદી પારસભાઈ કનુભાઈ વરાળીયા ઉ.વ.૨૨ રહે.પીપળી રામવીલા સોસાયટી એસ્સાર પેટ્રોલપંપની બાજુમાં મોરબી વાળાએ આરોપીઓ સી.એન.જી.રીક્ષા નં. GJ-36-U-7773 ના ચાલક રાકેશ અને તેની સાથેનો બીલો નામનો માણસ તથા સુનીલ નામનો માણસ સામે ફરિયાદ નોંધાવી હતી.

ફરીયાદીને આ આરોપી સી.એન.જી.રીક્ષા નં. GJ-36-U-7773 ના ચાલક રાકેશ તથા રીક્ષામા પાછળ બેસેલ બે માણસો આરોપી નં.૨,૩ એમ ત્રણેય જણા રીક્ષા લઈને નીકળતા ફરીયાદીએ તા.૧૯ માર્ચના રોજ રાતના આશરે સવા નવેક વાગ્યા વખતે એ.બી.સી. સીરામીક કારખાનાના રસ્તે રોડ ઉપર થી પોતાના ઘરે પીપળી રામવીલા સોસાયટીએ આવવા માટે નીકળેલ અને ઓપાકો સીરા માટીનુ કારખાના પાસે આવતા ત્યા મારુતી શોપીંગ પાછળ રીક્ષા લઈ જઈ ત્રણેય જણાએ ફરીને ભય બતાવી લુંટ કરવાના ઇરાદે રીક્ષામા પાછળ બેઠેલ અન્ય બે આરોપીઓએ પકડી રાખી મોઢે હાથનો મુંગો રીક્ષા ચાલકે છરી વતી જમણા હાથમા ગંભીર ઈજા કરી અન્ય બે આરોપીઓએ ફરીયાદો પાસે રહેલ મોબાઈલ કિંમત રુ.૫૦૦૦ તથા રોકડ રુપીયા ૩૫૪૨ની લુટ કરી તેમજ ફરી.પહેલા આરોપીઓએ પાવડીયાળી કેનાલ આગળ આવેલ પંપ થી આગળના ભાગે સાપર ગામના સાહેદ જગાભાઈ ગેલાભાઈ ભુંડીયા ભરવાડ પાસેથી મોબાઈલ ફોન કી.રુ.૫૦૦૦/-તથા ચાંદીનુ કડુ (સરલ) આશરે ૧૫૦ ગ્રામ કી.રુ.૬૦૦૦/-ની લુટ કરી રીક્ષા લઈ નાશી ગયા હતા.

રીપોર્ટ :- જનક રાજા, મોરબી

-પોલીસ-સ્ટેશનનો-ફાઇલ-ફોટો-.png

Right Click Disabled!