મોરારીબાપૂ પર થયેલા હુમલાના વિરોધમાં વૈષ્ણવસમાજમાં રોષ

મોરારીબાપૂ પર થયેલા હુમલાના વિરોધમાં વૈષ્ણવસમાજમાં રોષ
Spread the love

મોરારીબાપુ પર થયેલા હુમલાના પ્રયાસને લઈને જામનગર વૈષ્ણવ સમાજમાં રોષનો માહોલ ફેલાયો છે.જામનગરમાં લાલ બંગલા સર્કલ ખાતે ચાર લોકો પ્રતીક ઉપવાસ પર ઉતર્યા હતા અને પ્રતિક ઉપવાસમાં એક વ્યક્તિએ મોરારીબાપુનો વેશ પણ ધારણ કર્યો હતો. અને તેમણે મોરારીબાપુ પર થયેલા હુમલાના પ્રયાસ મુદ્દે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવાની તૈયારી દર્શાવી હતી. સાથે જ તેમણે એવી માગ કરી હતી કે, પબુભા માણેક મોરારીબાપુની અને સાધું સમાજની માંફી માગે અને જો તે માફી નહીં માગે તો સમાજે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. જોકે મહત્વનું છે કે કોર્પોરેશન કે પોલીસને જાણ કરવામા ન આવી અને ઉપવાસ પર ઉતરતા છાવણીને દૂર કરવામાં આવી હતી.

મંજૂરી વગર ઉપવાસ કરતા પોલીસે છાવણી દૂર કરી
જો કે કોર્પોરેશન અને પોલીસ દ્વારા છાવણી વગર ઉપવાસ કરવાનું કહેવામાં આવતા છાવણી દૂર કરવામાં આવી હતી. આ પ્રતિક ઉપવાસમાં એક વ્યક્તિએ મોરારિબાપુનો વેશ ધારણ કર્યો હતો. અહીં નોંધનીય છે કે, દ્વારકામાં મોરારીબાપુ ઉપર દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા હુમલાનો પ્રયાસ કરવામાં આવતા સાધુ સમાજ રોષે ભરાયો છે.

18_06_2020-morari_bapu_20406818.jpg

Right Click Disabled!