યાત્રાધામ અંબાજી મંદિરને આવકમાં 6 કરોડથી વધુનો ઘટાડો

યાત્રાધામ અંબાજી મંદિરને આવકમાં 6 કરોડથી વધુનો ઘટાડો
Spread the love
  • મંદિર બંધ હોવાથી યાત્રીક આવી નથી શકતા બજારમાં વેપારીઓની કફોડી બની

યાત્રાધામ અંબાજી કોરોના વાઇરસ ને લઇ ત્રણ લોકડાઉન બાદ ચોથુ લોકડાઉન પણ શરૂ થઇ ગયુ છે. ને ચોથા લોકડાઉનમાં રાજ્ય સરકારે મહત્તમ બજારો ખોલવાની છુટ છાટ પણ આપી છે. ગુજરાત નું પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મંદિર બે મહીના થી સળંગ બંધ છે. તેમાં કોઇ જ છુટ છાટ આપવામાં આવી નથી. ને શ્રદ્ધાળુંઓ ન આવતાં કરોડો રૂપીયાની નુકશાની થઇ રહી છેયાત્રાધામ અંબાજી લોકડાઉનનાં પગલેં છેલ્લા બે માસથી શ્રદ્ધાળુંઓ માટે સંપુર્ણ બંધ કરી દેવાતાં સમગ્ર અંબાજી મંદિર પરીસરમાં સન્નાટો છવાયેવો જોવા મળી રહ્યો છે. જ્યાં ચાચરચોકને માતાજીનું સભા મંડપ બોલ માંડી અંબે જય જય અંબે નાં નાદથી ગુંજતા હતા તે આજે શાંત અને સુમસામ જોવા મળી રહ્યા છે.

એટલું જ નહીં અંબાજી મંદિર ગુજરાતનું મોખરા નું મંદિર માનવામાં આવે છે ને વર્ષે કરોડો રૂપીયાની આવક દાન ભેટ માં થતી હોય છે. પણ હાલ માં લોકડાઉનનાં પગલેં અંબાજી મંદિર બે મહીનાથી બંધ હોવાથી ગત્ત વર્ષની સરખામણીએ મંદિર ટ્રસ્ટ ને માત્ર બે મહીના માં જ 6.11 કરોડની દાન ભેટ ની આવકની નુકશાની થવાં પામી છે. જોકે અંબાજી મંદિર ટ્રસ્ટની વિવિધ સંસ્થાઓમાં 500 જેટલાં કર્મચારીઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે. પણ ટ્રસ્ટ દ્વારા એક પણ કર્મચારીને આવા કપરા સમયમાં પણ દુર નથી કર્યા કે પગાર પણ કપાત કર્યો નથી. મંદિર ટ્રસ્ટ કર્મચારીઓ નાં પગાર સહીત વિવિધ ખર્ચની વાત કરીએ તો આ લોકડાઉન દરમીયાન ટ્રસ્ટે રૂપીયા 5.88 કરોડ નો ખર્ચ કર્યો છે પણ ટ્રસ્ટે આ ખર્ચ માટે એક પણ એફ.ડી તોડાવી નથી.

સોના ચાંદી વેચ્યાં નથી. મંદિર ટ્રસ્ટ પાસે હાલ 223 કિલો સોનું હયાત છે. તેમાંથી 56 કિલો સોનું સરકારની ગોલ્ડ મોનીટાઇઝેસન સ્ક્રીમમાં મુકવામાં આવી છે. ને તેપૈકી નું 127 કિલો સોનું મંદિર ટ્રસ્ટ સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવેલ છે. જ્યારે ચાંદી 6600 કિલો ટ્રસ્ટનાં સ્ટ્રોંગ રૂમમાં અકબંધ પડી હોવાનુ અંબાજી મંદિર ટ્રસ્ટના હિસાબી અધીકારી સવજીભાઇ પ્રજાપતી એ જમાવ્યુ હતુ જોકે આ લોકડાઉન દરમીયાન કોઇ જ કર્મચારીઓનાં પગાર કપાત ન થતાં કે કર્મચારીને છુટા ન કરી નિયમીત રૂપે પગારની ટ્રસ્ટે ચુકવણી કરી છે તેને લઇ કર્મચારીઓ પણ ખુશી વ્યક્ત કરી છે. નવાઇ ની વાત તો એ છે કે ચોથા તબક્કાનાં લોકડાઉનમાં રાજ્ય સરકારે બજારો ખોલવા મોટા ભાગની છુટછાટ આપવામાં આવી છે.

અંબાજીનાં બજારમાં આજે પણ મોટા ભાગની દુકાનો બંધને તાળા લટકી રહ્યા છે. સ્થાનિક વેપારી સુનિલ અગ્રવાલ નું કહેવું છે કે અંબાજીનાં બજારમાં મહત્તમ વેપાર યાત્રીકો ને આધીન છે. ને મંદિર બંધ હોવાથી કોઇ જ યાત્રીક આવી નથી રહ્યુ તો અમારો વેપાર ક્યાંથી ચાલશે, યાત્રીકો વગર વેપાર ન થવાની વાતને લઇ અંબાજી માં મોટા ભાગની દુકાનો બંધ જોવા મળી રહી છે. અંબાજી માં હાલ તબક્કે જીવન જરૂરીયાત વાળી ચીજ વસ્તુઓનો વેપાર થઇ રહ્યો છે. જે લોકડાઉન દરમીયાન પણ ચાલુ જ હતો પણ ચોથા લોકડાઉનની છુટછાટની અસર અંબાજી પંથકમાં નહીં માત્રા માં જોવા મળી રહી છે ને વેપારીઓ પણ હવે અંબાજી જગતજનનીનું મંદિર શ્રદ્ધાળુંઓ માટે વહેલી તકે ચાલું કરે તેવી અપેક્ષા રાખી રહ્યા છે.

99161633_2702985773318665_5612455385995673600_o.jpg

Right Click Disabled!