યુવતીએ ફોન પર વાત કરવાનું બંધ કરતા યુવકની ધમકી

યુવતીએ ફોન પર વાત કરવાનું બંધ કરતા યુવકની ધમકી
Spread the love
  • નિકાવાના શખ્સ સામે આઈટી એક્ટ હેઠળ ગુન્હો

જામજોધપુર તાલુકાના માંડાસણ પંથકમાં રહેતી એક યુવતી મિત્રતા બંધાયા બાદ ફોન પર વાતચીત બંધ કરતા કાલાવડ નિકાવા ગામના શખ્સ તેના ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવી અણછાજતા મેસેજ કરી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી બદનામ કરવાનો પ્રયાસ કર્યાની ફરિયાદ નોંધાઇ છે. જામજોધપુર તાલુકાના માંડાસણ પંથકમાં રહેતા એક પરિવારની પુત્રી સાથે કુલદિપ નામના યુવાન સાથે મિત્રતા બંધાઈ હતી તેથી તેઓ ફોન પર વાતચીત કરતા હતા.

જે દરમિયાન કોઇ કારણોસર યુવતીએ ફોન પર વાત કરવાનું બંધ કર્યું હતુ. જેથી એકદમ ઉશ્કેરાયેલા આ યુવકે તેના અલગ અલગ ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવી અણછાજતી મેસેજ કરીને મારી જિંદગી બગાડી નાખીને મારા વિડીયો વાયરલ કરી નાશી એવી ધમકી ઉચ્ચારી બદનામ કરવાનો પ્રયાસ કરવાનો બનાવ બહાર આવ્યો છે. આ બનાવ અંગે ભોગગ્રસ્ત પરિવારને જાણ કર્યા બાદ તેના પિતાની ફરિયાદના આધારે શેઠ વડાળા પોલીસે કુલદિપ શૈલેષભાઈ જાદવ (રે.નિકાવા, તા.કાલાવડ) આઇટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

– રોહિત મેરાણી (જામનગર)

Humlo-3.jpg

Right Click Disabled!