યોગા અપનાવો રોગપ્રતિકારક શક્તિ વધારો

યોગા અપનાવો રોગપ્રતિકારક શક્તિ વધારો
Spread the love

વર્તમાનમાં કોરોના મહામારીના પ્રોકોપને ધ્યાનમાં રાખીને સૂર્યા ફાઉન્ડેશન “આદર્શ ગ્રામ યોજના” દ્વારા આ વર્ષે અંતરરાષ્ટ્રીય યોગ દિવસ (૨૧ જુન ૨૦૨૦) પર યોગા અપનાવો-ઇમ્યુનિટી પાવર વધારો ના થીમ પર કાર્યક્રમનો યોજના કરવામાં આવી રહ્યો છે. સૂર્યા ફાઉન્ડેશન એક સામાજિક સંસ્થા છે જે આદર્શ ગ્રામ યોજના, વ્યક્તિત્વ વિકાસ શિવિર, ઇન્ટરનેશનલ નેચરોપથી ઓર્ગેનાઈઝેશન (પ્રાકૃતિક ચીકીત્સા અને યોગ), થીંક ટેંક જેવા અનેક વિષયો પર કાર્યરત છે. સમય-સમય પર મોટા અભિયાન ચાલવામાં આવે છે જેવા કે, ખેલકૂદ પ્રતિયોગીતા, વૃક્ષારોપણ, જળ સંરક્ષણ, સ્વચ્છતા અભિયાન, ગ્રામ ગૌરવ મેલા, યુવા દિવસ વગેરે. બધા જ અભિયાનો માં ગામના બાળકો, યુવાઓ, સેવાભાવી, મહિલાઓ બધા મળીને સહયોગ કરે છે.

સૂર્યા ફાઉન્ડેશન દ્વારા આ વર્ષે દેશના ૧૮ રાજ્ય, ૮૫ જીલ્લા, ૬૦૦ ગામ, ૬૦ હજાર પરિવારો ને ૬૦૦ હજાર યોગ શિક્ષક દ્વારા યોગા શીખવવામાં આવી રહ્યા છે. જેમાં ગુજરાત રાજ્ય માં ૨ જીલ્લા (કચ્છ, અરવલ્લી), ૧૬ ગામમાં ૧૬૦૦ પરિવારના સદસ્ય યોગા અભ્યાસમાં ભાગ લેશે. બધા જ પરિવારો સૂર્યા ફાઉન્ડેશનના ફેસબુક લાઈવ તેમજ યોગ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ યોગ કરશે. આજે કોરોના મહામારી ના સમયે વિશ્વ અસમંજસ ની સ્થિતિ માં ઉભું છે. આ મહામારી નો પ્રામાણિક ઈલાજ ઉપલબ્ધ નથી થયું. જો તેનો ઈલાજ છે તો એ ખુદ વ્યક્તિ ની રોગ પ્રતિકારક શક્તિ જે યોગા, પ્રાણાયામ અને ખોરાક થી વધારી શકાય છે. સૂર્યા ફાઉન્ડેશન દ્વારા ૨૧ જુનના વિશ્વ યોગ દિવસ કાર્યક્રમ કરવા માટેની તૈયારીઓ શરુ કરી દીધી છે.

૧ જુન થી ૧૫ જુન સુધી યોગા શિક્ષકો દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવશે. ૧૬ જુન થી ૨૦ જુન સુધી બધા પરિવારો ઘરોમાં રહીને યોગાઅભ્યાસ કરશે. ૨૧ જુનના સવારે ૬ વાગે થી ૭ વાગ્યા સુધી સૂર્યા ફાઉન્ડેશનના ફેસબુક પેજ પર લાઈવ કાર્યક્રમ ચાલવામાં આવશે. ૬૦૦૦૦ પરિવાર તેમજ ૩ લાખ લોકો એક સાથે અંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર જોડાશે (FACEBOOK:- SuryaFoundation1) આયુષ મંત્રાલય ભારત સરકાર દ્વારા બનાવામાં આવેલ કોમન યોગ પ્રોટોકોલ ના અનુસાર યોગ અભ્યાસ નો ક્રમ રહેશે. યોગ ના માધ્યમ થી સ્વચ્છ ભારત-સ્વસ્થ્ પરિવાર ની કલ્પના ને મજબુત બનાવીશું તેમજ પોતાની રોગ પ્રતિકારક શક્તિ ને વધારો “અમારો ઉદ્દેશ્ય છે ભારત નો હર નાગરિક સ્વસ્થ રહે નીરોગી રહે”

“કરો યોગ રહો નીરોગ”
સંજય ગાંધી (શામળાજી)
Right Click Disabled!