યોગ દિવસની ઉજવણી ઘરે બેઠા કરવા સાબરકાંઠા કલેક્ટરની જાહેર અપીલ

યોગ દિવસની ઉજવણી ઘરે બેઠા કરવા સાબરકાંઠા કલેક્ટરની જાહેર અપીલ
Spread the love

સાબરકાંઠા જિલ્લા સમાહર્તા શ્રી સી.જે. પટેલે જિલ્લાવાસીઓને વિશ્વ યોગ દિનની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, પોતે વર્ષોથી યોગ કરે છે જેના અનુભવોથી તેઓ કહે છે કે આપણી ભારતીય સંસ્કૃતિમાં યોગનું વિશેષ મહત્વ છે. યોગ શરીર અને મન બંને માટે ખુબ જ જરૂરી છે. હાલમાં સમગ્ર વિશ્વ કોરોના સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે યોગ કોરોનાથી બચવા માટે રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો કરી મન અને શરીરને પ્રફુલીત રખે છે. યોગ દ્રારા વિધાર્થીઓની યાદ શક્તિમાં વૃધ્ધિ થાય છે. જે તેમના પરિણામમાં પણ દેખાય છે માટે દરેક ઉંમરના નાગરીકો યોગ કરે અને પોતાની શારીરીક માનસિક શક્તિમાં વધારો કરે.

વધુમાં જણાવતા કલેક્ટરશ્રીએ ઉમેર્યું કે, ભારત સરકારશ્રીના આયુષ મંત્રાલય, નવી દિલ્હી દ્રારા દર વર્ષે તા.૨૧ જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે કોરોના મહામારીના કારણે YOGA AT HOME,YOGA WITH FAMILY નો કોન્સેપ્ટ અપનાવીને આપણે સૌએ ઘરેથી જ સવારના ડી.ડી.ગીરનાર પરથી ૭.૦૦ વાગ્યે મુખ્યમંત્રીશ્રીના પ્રવચન બાદ યોગા પ્રોટોકોલ પ્રમાણે યોગભ્યાસ ઘરેથી જ કરવાનો રહેશે.

વડાપ્રધાનશ્રીના તા. ૩૧ જુન ૨૦૨૦ના “ મન કી બાત ” કાર્યક્રમમાં જણાવ્યા મુજબ “MY LIFE MY YOGA” વિષય ઉપર વિડિયો બ્લોગીંગ કન્ટેસ્ટ જાહેર કરી તેમાં દરેકને ભાગ લેવા જણાવેલ છે. જે અંર્તગત ભાગ લેનારે ૩ મિનિટના સમયગાળામાં ૩ યોગિક ક્રિયાઓ સાથેનો SHORT VIDEO MESSAGE બનાવી અપલોડ કરવા અપીલ કરવામાં આવેલ છે, જે માટેની એન્ટ્રીઓ આયુષ મંત્રાલયની વેબ સાઈટ https : // yoga.aayush gov.in/yoga ઉપર તથા અન્ય બે ચેનલ (૧) The MyGov Platform અને (૨) http://mylifemyoga2020.com પર પણ કરી શકાશે. વિજેતાને રૂ. ૨૫,૦૦૦/- થી રૂ.૧,૦૦,૦૦૦/- ની વિવિધ શ્રેણીમાં ઇનામ જાહેર કરાયેલ છે, જેમાં કલેકટરશ્રી સી.જે. પટેલ દ્રારા જાહેર જનતાને વિશ્વ યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ઉત્સાહથી ભાગ લેવા જાહેર અનુરોધ કરાયો છે.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

IMG-20200620-WA0198.jpg

Right Click Disabled!