રંગપર ખાતે આવેલ ન્યારી ડેમ-2માંથી પાણી છોડવામાં આવતા પડધરીમાં વિસ્તારમાં એલર્ટ જાહેર

રંગપર ખાતે આવેલ ન્યારી ડેમ-૨માંથી પાણી છોડવામાં આવતા પડધરી તાલુકો તેમજ તેના ગામડા રંગપર, તરઘડી, મોટા રામપર અને પડધરી આટલા વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આટલા વિસ્તારમાં ગ્રામ પંચાયત દ્વારા લાઉડસ્પીકરમાં જાહેર કરવામાં આવ્યું છે કે ડેમના દરવાજા ખોલવામાં આવે છે તેથી નીચાણ વાળા વિસ્તારમાં કોઈએ અવરજવર કરવી નહિ અને ઢોરઢાંખર લઈ લેવા માણસોએ ત્યાં વધારે પડતું જવું નહિ અને ઉપરના વિસ્તારમાં આવતું રહેવું. બધી ગ્રામ પંચાયતો દ્વારા ૧ કલાકે ને ૧ કલાકે એનાઉન્સ કરવામાં આવે છે કે કોઈએ નદી પાસે અવર જવર કરવી નહિ. હાલમાં ન્યારી નદી ૨ કાંઠે જઇ રહી છે અને લોકો પણ ઉપરના વિસ્તારમાં આવતા રહિયા છે જયારે મોટા રામપર ગામમાં નીચાણ વારી શેરીઓમાં ન્યારી નદીનું પાણી પહોંચી વળ્યું છે.
રિપોર્ટ : નિખીલ ભોજાણી
