રક્ષાબંધનના દિવસે ભારતે ચીનને આપ્યો મોટો ફટકો, ચાઈનાને થશે કરોડોનું નુકશાન

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારબાદથી ભારતને ચીન સાથેનાં સંબંધોમાં તિરાડ જોવાં મળી રહી છે. આજનાં દિવસે જયારે સમગ્ર દેશમાં રક્ષાબંધનનાં તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. ચીન સાથેનાં ઘર્ષણ પછી દેશમાં ચીની સામાનનો પણ બહિષ્કાર થવા લાગ્યો છે. એવામાં વેપારીઓનાં સંગઠન “કંફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ” એટલે કે CAIT દ્વારા આ વખતે ‘હિન્દુસ્તાની રાખડી’ અભિયાન ચલાવવામાં પણ આવ્યું હતું, જેમાં ચીનની રાખડીઓનો સંપૂર્ણ રીતે બહિષ્કાર કરવામાં આવ્યો હતો. વેપારી સંગઠનનાં આ નિર્ણયથી ચીનને અંદાજે કુલ 4,000 કરોડ રૂપિયાનું નુકસાન થશે એવો પણ દાવો કરાયો છે. CAITનાં કહેવા પ્રમાણે ભારતમાં દર વર્ષે રક્ષાબંધનનાં ઉત્સવ પર અંદાજે કુલ 6,000 કરોડ રૂપિયાની રાખડીઓનો વેપાર થાય છે.
અત્યાર સુધીમાં તેમાં ફક્ત ચીનનું જ યોગદાન અંદાજે કુલ 4,000 કરોડ રૂપિયાનું હતું. સંગઠને રક્ષામંત્રી રાજનાથસિંહને પણ કુલ 5,000 રાખડીઓ મોકલી આપી છે, આ રાખડીને સીમા પર તહેનાત જવાનો સુધી પહોંચાડવામાં આવશે. CAIT ની સાથે પણ અંદાજે કુલ 40,000 ટ્રેડ એસોસિયેશન પણ જોડાયેલાં છે. સમગ્ર દેશભરમાં એનાં અંદાજે કુલ 7 કરોડ સભ્યો રહેલાં છે. CAITનાં એક સભ્યએ નિવેદનમાં જણાવ્યું હતું કે, માત્ર તૈયાર રાખડી જ નહીં, પરંતુ ચીનથી અગાઉ રાખડી બનાવવા માટેનો સામાન જેવો કે ફોમ, પેપર ફોઈલ, ડેકોરેટિવ આઈટમ સહિતની ઘણીબધી વસ્તુઓ પણ મંગાવવામાં આવતી હતી. પરંતુ ચીની સામાનનાં બહિષ્કાર અભિયાનનાં લીધે આ વર્ષે ચીની સામાન પર પ્રતિબંધ સંપૂર્ણપણે લગાવી દેવામાં આવ્યો છે.
