રક્ષાબંધન એટલે “એક મીઠો સબંધ “ભાઈ-બહેન” નો”….

રક્ષાબંધન એટલે “એક મીઠો સબંધ “ભાઈ-બહેન” નો”….
Spread the love

“ કોણ હલાવે લીમડી અને કોણ ઝુલાવે પીપળી, ભાઈ ની બે’ની લાડકી અને ભઈલો ઝુલાવે ડાળખી.”

જયારે જયારે આ ગીત સાંભળતી ત્યારે હીંચકો (ખાટ) એમાં અમે બન્ને બહેનો બેઠા હોઈએ સળીયો પકડીને અને ભાઈ જોરદાર ફાસ્ટ હીંચકા નાંખે). એ યાદ આવી જાય…હીંચકા એટલા ફાસ્ટ હોય કે ના નીચે જોવાય ના ઊંચે, અને બૂમો તો ભૂલથી પણ ના પડાય.જેવી બૂમો પાડી મમ્મી મમ્મી ત્યાં જ બે ચોટલી પકડાઈ ગઈ હોય.. આ સ્કૂલમાં બે ચોટલી discipline માટે ઓછી પણ ભાઈ ને ખેંચવાની મજા પડે એના માટે વધુ હશે. મિનિટે મિનિટે હેરાન અને પરેશાન કરતો ભાઇ દિવસમાં કેટલી વાર ધમકી સાંભળતો કે મમ્મી ને કહી દઈશ.અને બધું ક્યારે એને કહેતા થઇ ગયા અને ખબર જ ના પડી.

આજે પણ બધું સાઈડમાં અને એક ફોન જાય કે બેન્કમાં આમ થયું, તબિયતને આમ થયુ ત્યાં એ સાક્ષાત હાજર હોય.
વાતોના દિલાસા કરતાં ભાઈની હાજરી જ બધું દુર કરી દેતી. મને યાદ છે અમે નાનપણ માં જેમ્સ વધુ ખાતા.એમાં કલર કલર અલગ પાડી ભાગ પાડવાના. મારાં ભાગની જો નીચે પડી જાય તો ભાઈ ઉઠાવી લે અને કહે રામ કે ભૂત.. જો ભૂત કહું તો ખાવાના મળે અને રામ કહું તો કહે નીચે પડેલું કોણ ખાય બાવાજીનો બેટો ખાય. એટલે બન્ને બાજુથી રહેવાનું. આમપણ નાના હોવાથી ભાગ પાડવા છતાં એકાદ બે ચોકલેટ વધુ જ મળતી. ત્યારે રામ કે ભૂતનો concept સમજમાં નહોતો આવતો. પણ આજે સમજાય છે, પરિસ્થિતિ સામે કેમનું લડવું, છોડવું અને ત્યાગવું. એટલું જ..

દુનિયામાં બધા સંબધોમાંથી સર્વોત્તમ સબંધ હોય તો ભાઈ બહેનનો. એક જ નાભિ બિંદુથી એક સરખા જ રક્ત વડે ધબકતા બે નટખટ હ્નદય એટલે ભાઈ બહેન. સૌથી વધારે પજવતું અને આંચાઇ કરતું પણ જરૂર પડ્યે ત્યારે ભેટી પડતું પાત્ર એટલે ભાઈ. બીજા દોસ્તો સાથે ઝગડો થાય, વાગે ને પડીએ ત્યારે દોડીને આવી ચડેઅને બોલે મારી બહેન ને કોણે રડાવી એ વાક્યમાં જ સામે ની ટુકડી ઢીલી પડી જાય અને મારો ભાઈ મારી ઢાલ એ છત્રછાયા મળતા વાગેલું બધું ભુલી જવાય. મમ્મીની ગેરહાજરીમાં ફૂંક મારી થુંક લગાડી આપે એ ભાઈ, ભાઈ બહેન સાથે રમશે, ઝઘડશે, એક વસ્તુ માટે બાથ મ બાથ માં આવી જતા, પણ જયારે એજ ભાઈ બહેન એકલા હોય ત્યારે વસ્તુનો ભાગ સાઈડમાં કરી દે. એક ચોકલેટ પણ ના ખાઈ શકે બહેન વગર એ ભાઈ જ હોઈ શકે.

એક પણ પ્રોગ્રામ સરખો ના જોવા દે અને tv નો રિમોટ સંતાડી દે એ નખખટ ભાઈ. મમ્મી પપ્પા પણ વચ્ચે ના પડે આ મીઠાં તકરાર ને માણવા દે.કારણ એ જાણે છે જયારે બહેન સાસરે જશે ત્યારે સૌથી વધુ મિસ આ ભઇલો જ કરશે. ભાઈ અને બહેનનો પ્રેમ એક એવી લાગણી છે કે જેનુ વર્ણન ના હોય માત્ર એક અનુભૂતિ હોય. જરૂર પડ્યે માં બાપ બને, તો જરૂર પડ્યે મિત્ર બની અડીખમ ઉભો રહી પ્રેમ વરસાવતો, લાગણી ધરાવતો તેમજ સર્વ પ્રકાર ની મનોકામનાઓ પૂર્ણ કરનારો , મિત્રની જેમ મસ્તી કરનારો , વડીલો ની જેમ સલાહ-સૂચન આપનાર ભાઈની રક્ષાની મનોકામના બહેન આ જીવન કરતી રહે છે.

અને આ “સ્નેહની ભાવનાઓ સાથે જોડાયેલો એક અહેસાસ એટલે રક્ષાબંધન”. બહેન ભાઈની રક્ષા માટે રક્ષાદોરી એટલે કે રાખડી બાંધે છે અને ભાઈ પણ બહેન માટે જીવનની તમામ ખુશીઓ માટે બધું ન્યોછાવર કરી દે છે. આ અણમોલ સંબંધ દિલથી બંધાયેલો હોય છે. મોટામાં મોટી આપત્તિ અને નાનામાં નાની મુશ્કેલીઓમાં પણ મનને બળ આપે છે ભાઈ નો પ્રેમ.

રિપોર્ટ : યોગેશ પટેલ (અરવલ્લી)

Screenshot_20200802_133147.jpg

Right Click Disabled!