રક્ષાબંધન : પ્યાર કા બંધન હૈ…..

રક્ષાબંધન : પ્યાર કા બંધન હૈ…..
Spread the love
  • રક્ષાબંધન ભાઇ-બહેનના પ્રેમને એક તાંતણે બાંધનાર બહેનો તસવીરમાં તેના ભાઇઓની કલાઈએ રાખડી બાધી રહી છે
  • દેશભરમાં સાદગીથી રક્ષાબંધન પર્વની ધામધૂમથી ઉજવણી ભૂદેવોએ સમૂહ જનોઈ ધારણ કરી ઘરમાં જ પરિવાર સાથે ઉજવણી

ગાંધીનગર/ધોરાજી/મોરબી રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા અને ભાજપ મહિલા મોરચાની બહેનોએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાખડી બાંધી ભાજપા મહિલા મોરચાની બહેનો અને રૂપાણી દંપતીએ માસ્ક પહેરીને સાદગીથી રક્ષાબંધન પર્વની ઉજવણી કરીસુરતમાં બહેનના હાથ રાખડી બંધાવી ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે તમામ બહેનોને શુભેચ્છા પાઠવી માસ્ક બાંધીને ભાજપ પ્રદેશ પ્રમુખ રક્ષાબંધનની ઉજવણી કરી હતી

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પોતાની બહેન સાથે રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો હતો હાર્દિક પટેલને તેની બહેને રાખડી બાંધી હતી ભાઈ બહેનના અતુટ પ્રેમના બંધન સમાન રક્ષાબંધન પર્વની ઉજવણી મોરબીમાં વીરકુમાર દિપક હેમનાણીએ અને ધોરાજીમાં જયેશ કુમાર રાજુભાઇ અચનાણીએ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી સાથે તમામ મિત્રોએ હર્ષોલ્લાસ સાથે પર્વને ઉજવ્યો હતોરક્ષાબંધનના પર્વ નિમિતે દેશમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો

શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ લક્ષ્મીજીએ બલીરાજાને રક્ષા બાંધીને નારાયણને મુક્ત કરાવ્યા હતા તે દિવસે બંધાયેલું રક્ષા સુત્ર સમગ્ર વર્ષ દરમિયાન ભાઈની રક્ષા કરે છે ત્યારથી શ્રાવણ સુદ પુનમના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે તેવી જ રીતે બ્રાહ્મણો માતા અરૂણધતી સહિત સાત ઋષિઓનું પૂજન કરીને જનોઈ બદલતા હોય છે ત્યારથી રક્ષાબંધન ને દિવસે જનોઈ બદલવાની પરંપરા પણ ચાલી આવે છે આ સિવાય માછીમારો દરીયામાં નાળીયર પધરાવીને દરીયાની પૂજા પણ કરે છે આથી આ પર્વને નાળીયેરી પૂનમ તરીકે ઓળખવામાં આવે છે.

c0bd2474-8b41-4f88-abd1-42f89110e10c.jpg

Right Click Disabled!