રખિયાલમાં દલિત સમાજ વાડીની જમીન માટે આવેદન

મોડાસા તાલુકાના રખિયાલ ગામે દલિત સમાજ વાડી માટે ભચડીયા ગ્રુપ ગ્રામ પંચાયત માં ત્રણ ઠરાવ થયા પછી પણ છેલ્લા બાવીસ વર્ષ થી જમીન ન ફાળવતા અરવલ્લી જિલ્લા કલેકટર ને આવેદન આપવામાં આવ્યું છે. વહીવટી તંત્ર પંદર દિવસ માં કોઈ નિર્ણય નઈ કરે તો દલિત સમાજ ના ભાઈ બહેનો એ ભૂખ હડતાળ ની લેખિત ચીમકી આપતા તંત્ર માં હલચલ મચી છે.
સામાજિક પ્રંસંગે દલિત પરિવારો ને એકત્ર થવા માટે કોઈ અન્ય સ્થળ નથી જેથી સામુહિક વાડી માટે જમીન ની માંગણી કરવામાં આવી હતી અને આ બાબતે પંચાયતે ઠરાવ પસાર કર્યા હતા છતાં પણ જમીન ની માંગ ટલ્લે ચડી જતાં આક્રોશ જોવા મળી રહ્યો છે.જમીન ની તાત્કાલિક ફાળવણી નઈ થાય તો આગામી સમય માં આ મુદ્દો રાજકીય સ્વરૂપ પકડે તેવી સંભાવના છે.
દિનેશ નાયક (સરડોઈ)
