રતનપુર ચેકપોસ્ટ નજીક કતલખાને લઇ જવાતા ગાય/ વાછરડાને બચાવતી અરવલ્લી SOG

રતનપુર ચેકપોસ્ટ નજીક કતલખાને લઇ જવાતા ગાય/ વાછરડાને બચાવતી અરવલ્લી SOG
Spread the love

રતનપુર ચેકપોસ્ટ નજીક કતલખાને લઇ જવાતા ગાય/વાછરડાને અરવલ્લી જીલ્લા એસઓજી પોલીસની ટીમે પકડી પાડ્યા હતા. તે બાદ ગાય/વાછરડાને ઇડર પાંજરાપોળ ખાતે મોકલી આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેપી ભરવાડ, પોલીસ ઇંસ્પેક્ટર એસઓજી મોડાસા, એસઓજી સ્ટાફ તથા શામળાજી પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો સાથે રતનપુર ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા. દરમિયાન બાતમીના આધારે એક ટ્રક કન્ટેનર ગાડી નંબર UP 21 CN 6563માં બીન અધીકૃત રીતે વગર પાસ પરમીટે ગાય-વાછરડા નંગ 40ને પગે, મોઢાના ભાગે રસ્સી વડે મરણતોલ હાલતમાં ખીચોખીચ બાંધી ભરી લાવી અંદર ઘાસચારો કે પાણીની સુવિધા નહી રાખી કતલખાને લઇ જતા હતા.

ટ્રક ગાડીનું પાઇલોટીંગ કરતુ પીકઅપ ડાલા નંબર MP 14 GC 1959 તથા મોબાઇલ નંગ 5 પકડી રોકડા રૂપિયા મળી કુલ 15,24,450ના મુદ્દામાલ સાથએ પાંચ આરોપીઓને પકડી પાડ્યા હતા. તેમજ ગાય/વાછરડાને ઇડર પાંજરાપોળ ખાતે મોકલી આપી આરોપીઓ વિરૂદ્ધ શામળાજી પોલીસ સ્ટેશનમાં ધી ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ 1954ની કલમ 5,8,9,10 તથા ધી ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનીયમ 2017ની કલમ 6(એ), 8 તથા પ્રાણી ક્રૂરતા નીવારણ અધિનીયમ 1960ની કલમ 11(1) (એ), (ડી), (ઇ) (એફ), (એચ) તથા એમવી એક્ટ કલમ 177,192 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

રિપોર્ટ : યોગેશ પટેલ (અરવલ્લી)

Screenshot_20200829_171118.jpg

Right Click Disabled!